Site icon Revoi.in

‘સ્પીડ રેસર’ એક્ટર ઓલીવર અને બે પુત્રીઓ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ, હોલીવુડમાં શોકનો મોહોલ

Social Share

નવી દિલ્હીઃ હોલીવુડમાંથી એક દુઃખ સમાચાર આવી રહ્યા છે. જર્મનીમાં જન્મેલા હોલીવુડ એક્ટર ક્રિશ્ચિયન ઓલીવર અને તેમની બે પુત્રીઓનું મોત થયાં છે. સ્થાનિક પોલીસના રિપોર્ટ અનુસાર એક્ટરનું વિમાન ઉડાન ભર્યા પછી કેરબિયન સમુદ્રમાં ક્રેશ થયું હતુ. રોયલ સેન્ટ વિસેન્ટ અને ગ્રેનેડાઈન્સ પોલીસ ફોર્સએ એક નિવેદનમાં એક પ્રાઈવેટ સિંગલ એન્જિનવાળા એરક્રાફ્ટમાં ઓલીવરના મૃત્યુની પૃષ્ટી કરી છે. ક્રિશ્ચિયન ઓલીવરને જોર્જ ક્લૂની સાથે ’ધ ગુડ જર્મન’ અને 2008ની એક્શન કોમેડી ‘સ્પીડ રેસર’ જેવી ફિલ્મોથી ઓળખ મળી હતી.
રિપોર્ટ અનુસાર માછીમારો, ગોતાખોરો અને કોસ્ટ ગાર્ડએ ઘટના સ્થળે તપાસ કરતા ચાર લાશો મળી હતી. મૃતકોમાંથી 51 વર્ષના ઓલીવર, તેમની બે પુત્રીઓ મદિતા (10) અને એનિકા (12)ના સાથે-સાથે પાયલોટ રોબર્ટનો પણ સમાવેશ થાય છે. આ ખબર પછી એક્ટરના ફેન્સ અને તમામ સેલીબ્રિટી શોકમાં ગરકાવ થઈ ગયા છે.
આ દુઃખદ ઘટના ત્યારે ઘટી જ્યારે ઓલીવરનું એરક્રાફ્ટ ગુરુવાર બપોર પછી ગ્રેનેડાઈન્સના એક ટાપુ બેક્કિયાથી સેંન્ટ લૂસિયા જઈ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એક્ટર પોતાના પરિવાર સાથે વેકેશન મનાવી રહ્યા હતા. હકિકતમાં તાજેતરમાં ઓલીવરએ ઈનસ્ટાગ્રામ પર એક ટ્રોપિકલ ટાપુનો ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતુ કે, ‘સ્વર્ગમાં ક્યાક થી શુભેચ્છાઓ! સમુદાય અને પ્રેમ માટે..2024 અમે આવીએ છીએ.!’
જર્મનીમાં જન્મેલા 51 વર્ષના એક્ટર ઓલીવરએ ડજનેક શાનદાર ફિલ્મો અને ટેલીવિઝનમાં ભૂમિકાઓ નિભાવી છે, જેમાં 2008ની ફિલ્મ “સ્પીડ રેસર” અને “ ધ ગુડ જર્મન”માં પણ તેમને કામ કર્યું હતુ. તેઓ 1990ના દસકની શ્રેણી “સેવ્ડ બાય ધ બેલ: ધ ન્યૂ ક્લાસ” ની આખી સીઝનમાં બ્રાયન કેલર નામના એક સ્વિસ ટ્રાન્સફર વિધાર્થીની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા.