Site icon Revoi.in

ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર, હવે સ્ટેડિયમમાં બેસીને IPLની મેચો નિહાળી શકાશે

Social Share

નવી દિલ્હી: ક્રિકેટના રસીયાઓ માટે એક ખુશખબર છે. BCCIએ દર્શકોની સ્ટેડિયમની એન્ટ્રી પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. હવે ક્રિકેટ રસીયાઓ સ્ટેડિયમમાં બેસીને IPLની મેચો જોઇ શકશે.

આપને જણાવી દઇએ કે કોરોના મહામારીને કારણે દર્શકોની સ્ટેડિયમની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. BCCI દ્વારા જારી નિવેદન અનુસાર IPLની મેચો દરમિયાન સ્ટેડિયમમાં ફેન્સને મંજૂરી આપવામાં આવી છે. IPL મેચોની ટિકિટ સત્તાવાર વેબસાઇટ www.iplt20.com પરથી ખરીદી શકાશે.

આઇપીએલ 2021ના બીજા ચરણ વિશે વાત કરીએ તો બીજા ચરણોની મેચ દુબઇ, શારજાહ અને અબુ ધાબીમાં રમાશે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ 19 સપ્ટેમ્બરે દુબઇમાં ટકરાશે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો બીજા દિવસે અબુધાબીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. શારજાહમાં પ્રથમ મેચ 24 સપ્ટેમ્બરે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. દુબઇમાં સૌથી વધુ 13, શારજાહમાં 10 તો અબુધાબીમાં 8 મેચ રમાશે.