Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિક્સ 2020: ભારતીય પુરુષ હોકી ટીમનો આ રીતે રહેશે કાર્યક્રમ

Social Share

નવી દિલ્હી: શુક્રવારથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન પહોંચી ચૂકી છે. આ વખતે ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમને મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અને ટોક્યોમાં ભારતીય હોકી ટીમ વર્ષ 1980થી ચાલી રહેલા મેડલના દુકાળને પણ ખતમ કરી શકે છે.

આ વખતે ભારતીય પુરુષ હોકી ટીમનું સુકાનીપદ મનપ્રિત સિંહના હાથમાં છે અને ટીમ તેના નેતૃત્વમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. આઠ વખતની ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ભારતીય ટીમને ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયા, સ્પેન, આર્જેન્ટિના, ન્યૂઝીલેન્ડ અને જાપાનની સાથે રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ-બીમાં બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, બ્રિટન, કેનેડા અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.

ટીમનો કાર્યક્રમ (ગ્રુપ-એ)

24 જુલાઈ – ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, સવારે 6.30 કલાકે
25 જુલાઈઃ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બપોરે 3 કલાકે
27 જુલાઈઃ  ભારત વિરુદ્ધ સ્પેન, સવારે 6.30 કલાકે
29 જુલાઈઃ ભારત વિરુદ્ધ આર્જેન્ટીના, સવારે 6 કલાકે
30 જુલાઈઃ ભારત વિરુદ્ધ જાપાન, બપોરે 3 કલાકે

1 ઓગસ્ટઃ ક્વાર્ટર ફાઇન- જો ભારત ક્વોલિફાય કરે છે તો, સવારે છ કલાકે
3 ઓગસ્ટઃ સેમિફાઇનલ, જો ભારત ક્વોલિફાય કરે તો, સવારે 7 કલાકે
5 ઓગસ્ટઃ મેડલ મેચ- જો ભારત ક્વોલિફાય કરે તો સવારે 7 કલાકથી બપોરે 3.30 કલાક સુધી