Site icon Revoi.in

ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ટીમ ઇન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ 1 સપ્તાહ માટે સ્થગિત

Social Share

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં એક તરફ ઓમિક્રોન વેરિએન્ટનો ભય છે ત્યારે બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે આગામી સપ્તાહે દક્ષિણ આફ્રિકા માટે રવાના થવાની છે.

જો કે હવે વેરિએન્ટની વધતી દહેશત અને સાવધાની માટે હવે દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસને કથિતપણે એક સપ્તાહ માટે ટાળી દેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટના આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તે ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. BCCIએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ પસંદગીની પ્રક્રિયાને રોકી દેવામાં આવી છે. તે ભારત સરકાર પાસેથી પરવાનગીની રાહ જોઇ રહ્યા છે. જો કે બોર્ડ તરફથી આ વાતની પુષ્ટિ નથી કરવામાં આવી.

આ ખબર આવ્યા પહેલા BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે જણાવ્યું હતું કે હાલ સાઉથ આફ્રીકા પ્રવાસનો નિર્ણય ટળ્યો નથી. અમારી પાસે નિર્ણય કરવા માટે ઘણો સમય છે.