Site icon Revoi.in

Tokyo Olympics: ગોલ્ડ મેડલનું સ્વપ્ન અધુરુ રહ્યું, મહિલા હોકીની સેમી ફાઇનલમાં ભારતની આર્જેન્ટિના સામે હાર

Social Share

નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ. આ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવતા મહિલા હોકીમાં ગોલ્ડ મેડલનું સપનું રોળાઈ ગયું છે. હજુ જો કે મેડલની આશા જીવંત છે. મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે ગ્રેટ બ્રિટન સામે ટકરાશે. જણાવવાનું કે ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવ્યું છે. આ સાથે મહિલા હોકી ટીમનું ગોલ્ડ મેડલનું સપનું રોળાઇ ગયું છે. હજુ જો કે મેડલની આશા જીવંત છે. મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે ગ્રેટ બ્રિટન સામે ટકરાશે.

કેપ્ટન રાની રામપાલના નેતૃત્વવાળી મહિલા ટીમે ગ્રુપ મેચોમાં વિશ્વની નંબર-1 ટીમ નેધરલેન્ડ સામે 1-5, જર્મની વિરુદ્ધ 0-2 અને ગ્રેટ બ્રિટન સામે 1-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ પછી જે ફોર્મમાં આવી ગઈ ટીમ, તેણે આયર્લેન્ડને 1-0થી હરાવ્યું, ત્યારબાદ દક્ષિણ આફ્રીકાને 4-3થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી. પછી ગ્રેટ બ્રિટને આયરલેન્ડને હરાવતા ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ.