Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ટ્વિટરથી કરી જાહેરાત

Social Share

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન રોઝ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલિવદા કહ્યું છે. તેણે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું હતું કે, તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેશે.

આગામી વર્ષે ટેલર ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામેની વન-ડે શ્રેણી રમીને ODIમાંથી નિવૃત્તિ લેશે. તેણે ટ્વિટરના માધ્યમથી આ માહિતી આપી હતી. ટેલર ન્યૂઝીલેન્ડના મહાન બેટ્સમેનોમાંનો એક છે. તેણે ત્રણેય ફોર્મેટમાં પોતાની ટીમ માટે 18 હજારથી વધુ રન બનાવ્યા છે.

ટેલરે ટ્વિટરના માધ્યમથી નિવૃત્તિનું એલાન કરતા લખ્યું કે, આજે હું સમર સીઝન બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામે છ વનડે રમશે. 17 વર્ષ સુધી મને સહયોગ આપવા બદલ આભાર. દેશ તરફથી પ્રતિનિધિત્વ કરવા મળ્યું એ મારા માટે સન્માનજનક બાબત છે.

રોસ ટેલરની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો, ટેરલે ટેસ્ટ ક્રિકેટમાં 7584 રન અને વનડેમાં 8591 રન ફટકાર્યા છે. તેણે ત્રણેય ફોર્મેટમાં 18,074 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ માટે ટેલર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તે ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમનાર પ્રથમ ક્રિકેટર છે.