Site icon Revoi.in

Tokyo Olympics 2020: પી વી સિંધુ નોકઆઉટમાં પહોંચી, પદક માટે જાગી આશા

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય શટલર પીવી સિંધુને સફળતા સાંપડી છે. ભારતીય શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં દમદાર પ્રદર્શન કરતા નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવી લીધુ છે. ગ્રૂપ-જેના પોતાના બીજા મુકાબલામાં સિંધુએ હોંગકોંગની ચ્યુંગ એનગાન યીને સરળતાપૂર્વક 21-9, 21-6થી હરાવી. પીવી સિંધુએ માત્ર 36 મિનિટમાં આ મુકાબલો પોતાના નામે કરી દીધો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, પી વી સિંધુએ ચ્યુંગ એનગાન યી ના વિરુદ્વ પોતાનો રેકોર્ડ 6-0 કરી લીધો છે. આ પહેલાં એનગાય યી વિરુદ્વ પાંચ મુકાબલામાં પણ સિંધુએ જીત પ્રાપ્ત કરી હતી. પહેલી રમતમાં પીવી સિંધુ પોતાની પ્રતિદ્વંદી પર હાવી રહી.

બીજી ગેમની શરૂઆતમાં સિંધુએ ચાર પોઇન્ટની બઢત બનાવી લીધી. પરંતુ એનગાન યીએ શાનદાર વાપસી કરી અને તે 11-10 થી આગળ આવી ગઇ. સિંધુએ ગેમ વચગાળા બાદ બેજોડ વાપસી કરતાં 13-12 ની બઢત બનાવી લીધી છે. સિંધુ ત્યારબાદ ફોર્મમમાં જોવા મળી અને સતત પાંચ પોઇન્ટ પ્રાપ્ત કરી સ્કોર 19-14 કરી દીધો. અંતત: સિંધુએ 21 મિનિટમાં બીજી ગેમ જીતીને મેચ પોતાના નામે કરી દીધી છે.

વર્લ્ડૅ નંબર 7 સિંધુએ ટોક્યો ઓલમ્પિક માટે સરળતાથી ક્વોલિફાઇ કરી લીધી, કારણ કે તે બીડબ્લ્યૂએફ રેકિંગમાં ટોપ 10 ખેલાડીઓમાં સામેલ હતી.