Site icon Revoi.in

Tokyo Paralympics: ભારતે વધુ એક મેડલ નામે કર્યું, શૂટિંગમાં સિંઘરાજ અધનાએ બ્રોન્ઝ જીત્યો

Social Share

નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના મેડલની આગેકૂચ જારી રહેતા આજે ભારતને 8મો મેડલ મળ્યો છે. આ અગાઉ રિયો ઓલિમ્પિકમાં ભારતે 4 મેડલ હાંસલ કર્યા હતાં. જ્યારે અત્યારસુધીમાં તેના કરતા ડબલ મેટલ આપણે હાંસલ કરીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. શૂટર સિંઘરાજ અધનાએ પેરાલિમ્પિક મેન્સ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.

https://twitter.com/ParalympicIndia/status/1432598286146277376?s=20

ટોક્યો પેરાલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ SH-1 કેટેગરીમાં સિંઘરાજે ભારતને બ્રોન્ઝ અપાવીને દેશનું નામ રોશન કર્યું છે. સિંઘરાજ માત્ર થોડા જ પોઇન્ટથી સિલ્વર મેડલ ચૂકી ગયા હતા. મૂળ ઉત્તર પ્રદેશના ફરિદાબાદના 39 વર્ષીય સિંઘરાજે આ સફળતા હાંસલ કરી છે.

ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગની સ્પર્ધામાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલાં ગઈકાલે 19 વર્ષિય અવની લેખારાંએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ભારતે ટોક્યો પેરાલંપિક્સમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 8 મેડલ હાંસલ કરી લીધાં છે.