Site icon Revoi.in

કોહલીના ટેસ્ટના કેપ્ટન પદેથી રાજીનામાથી રોહિત શર્મા પણ સ્તબ્ધ, કહ્યું – હેરાન છું”

Social Share

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટનું કેપ્ટનપદ છોડ્યું છે જેને કારણે ચાહકો તેમજ દિગ્ગજ ખેલાડીઓ પણ સ્તબ્ધ છે.

શનિવારે વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમનું સુકાન છોડ્યું હતું. એવામાં વિરાટ હવે ભારત માટે ફક્ત બેટિંગ કરતા જ જોવા મળશે. કોહલીએ ટેસ્ટનું સુકાનીપદ છોડ્યું તેનાથી ચાહકો ઉપરાંત દિગ્ગજ ક્રિકેટરો પણ સ્તબ્ધ છે. આ વચ્ચે કોહલીના આ નિર્ણયથી ખુદ રોહિત શર્મા પણ અવાક થઇ ગયા હતા અને ચોંકી ગયા હતા.

વિરાટ કોહલીના ટેસ્ટન કેપ્ટન પદેથી રાજીનામાથી હિટમેન રોહિત શર્મા પણ ચોંકી ગયા છે. રોહિતે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે, “હેરાન છું, પરંતુ ભારતીય કેપ્ટનના રૂપમાં સફળ ઇનિંગ માટે શુભકામનઓ. આગળના જીવન માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ.”

કોહલીએ કેપ્ટન્સી છોડવાથી હવે તેની જગ્યાએ રોહિત શર્મા ટેસ્ટ ફોર્મેટમાં સુકાનીપદના દાવેદાર છે. જો કે BCCI આ મામલામાં મંથન કરી રહ્યું છે. ટેસ્ટ કેપ્ટન બનવાની હોડમાં શ્રેયસ ઐય્યર, કે એલ રાહુલ અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ પણ સામેલ છે.

અત્રે જણાવવાનું કે, વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટના સૌથી સફળ બેટ્સમેન રહ્યા છે. કોહલીના સુકાનીપદમાં ભારત 68માંથી 40 ટેસ્ટ મેચ જીત્યું છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ જેવા દેશોમાં વિરાટની કેપ્ટનન્સીમાં ભારતે ટેસ્ટ ક્રિકેટ પોતાની પરચો લહેરાવ્યો છે.