Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમ-Bની સાથે શ્રીલંકાની ટીમ રમે તે શ્રીલંકાનું અપમાન: અર્જુન રણતુંગા

Social Share

મુંબઈ: ભારત થોડા સમય પછી શ્રીલંકાની સામે કેટલીક મેચ રમવાનું છે. આ માટે ભારતે શ્રીલંકાના પ્રવાસે ખાસ ટીમને મોકલી છે જેને લઈને શ્રીલંકાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગા નારાજગી વ્યક્ત કરી છે.

અર્જુન રણતુંગાએ ભારતની બીજી હરોળની ટીમ સામે વન ડે અને ટી-૨૦ની શ્રેણીનું આયોજન કરવાના શ્રીલંકન બોર્ડના નિર્ણયની ઝાટકણી કાઢી છે.

અર્જુન રણતુંગાએ કહ્યું કે ભારતની બીજી હરોળની ટીમ એટલે કે ભારતીય ક્રિકેટ બોર્ડએ ભારતીય ક્રિકેટની ટીમ-બી શ્રીલંકાના પ્રવાસે મોકલી છે જે શ્રીલંકાના ક્રિકેટરોનું અપમાન બરાબર છે. હું આ માટે શ્રીલંકાના ક્રિકેટના વર્તમાન વહિવટકારોને જવાબદાર માની રહ્યો છું. જેઓએ માત્ર ટીવી માર્કેટિંગની જરુરિયાતો પૂરી કરવા માટે જ આ શ્રેણી ગોઠવી છે.

રણતુંગાએ કહ્યું કે, ભારતે તેની શ્રેષ્ઠ ટીમ ઈંગ્લેન્ડ મોકલી છે અને અમારે ત્યાં નબળી ટીમ ઉતારી છે.

રણતુંગાના આ નિવેદનને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ દ્વારા નકારી કાઢવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભારત દ્વારા જે ટીમને શ્રીલંકા મોકલવામાં આવી છે તેમાંથી 14 જેટલા ખેલાડી એવા છે જેઓ તમામ ફોર્મેટમાં રમી ચુક્યા છે. જેના કારણે તેમને બીજી હરોળના ખેલાડી કહી શકાય નહી.

જો કે ભારતીય ક્રિકેટ બોર્ડના વ્યસ્ત કાર્યક્રમના કારણે ભારતે ઈંગલેન્ડમાં પણ કેટલીક મેચનું આયોજન કર્યું છે અને તેને પણ ન્યાય મળે તે માટે ત્યાં પણ કેટલાક ખેલાડીને મોકલવામાં આવ્યા છે.

Exit mobile version