Site icon Revoi.in

રાજકોટ એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થતા ઉદ્યોગકારોનું કરોડાનું ટર્નોવર વધશે

Social Share

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર ટૂંક સમયમાં કાર્ગો સર્વિસ શરૂ થશે. વેપારી મંડળો અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ સર્વિસ શરૂ કરવા માટે વર્ષોથી તંત્ર પાસે માંગણી કરવામાં આવી હતી જેને ગ્રીન સિગ્નલ મળતા આગામી ટૂંક સમયમાં એર કાર્ગો સર્વિસ નો પ્રારંભ થશે.  આ સર્વિસને લીધે  સૌરાષ્ટ્રભરના હજારો વેપારીઓ અને ઉદ્યોગકારોને અમદાવાદ કે મુંબઈ સુધી હવે ધક્કા ખાવા પડશે નહિ અને કરોડો રૂપિયાનું ટર્ન ઓવર પણ વધશે.

કાર્ગો સર્વિસ માટે એર ઇન્ડિયા અને ઈન્ડિગોએ તૈયારી દર્શાવી છે. આ સર્વિસ માટે એરપોર્ટ પર અલાયદા બિલ્ડીંગની જરૂર હોવાથી  તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જોકે હાલમાં કોરોના ની પરિસ્થિતિ ના લીધે આગામી નજીક ના સમયમાં પાર્સલ કરવાની કામગીરી શરૂ કરી દેવાશે. રાજકોટમાં વર્ષ 2012માં કાર્ગો પાર્સલ સર્વિસ ચાલુ હતી પરંતુ કોઈપણ કારણસર તે અટકાવી દેવાઈ હતી જોકે ફરી વખત આ સર્વિસ શરૂ કરવા માટે સાંસદ મોહન કુંડારિયા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વેપારી મંડળો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટમાં વર્ષ 2012માં કાર્ગો પાર્સલ સર્વિસ ચાલુ હતી પરંતુ કોઈપણ કારણસર તે અટકાવી દેવાઈ હતી જોકે ફરી વખત આ સર્વિસ શરૂ કરવા માટે વેપારી મંડળો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઓટોમોબાઇલ અને એગ્રીકલ્ચરની વિશાળ સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. નાની મોટી મશીનરી અહીંથી એક્સપોર્ટ થાય છે, જેને હવે ફાયદો થશે ખાસ કરીને ઓછા વજનવળી મશીનરી અને પાર્સલની તાત્કાલિક ડિલિવરી થતા ઉદ્યોગો માટે સમય નો બચાવ થશે. શાપર-વેરાવળના કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે , શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાંથી અંદાજિત 200 કરોડનું એક્સપોર્ટ થાય છે. એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થતા લાંબા સમયની માંગણી સંતોષાય છે