Site icon Revoi.in

દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ -મુખ્યમંત્રી રુપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યું

Social Share

ગાંધીનગરઃ-સમગ્ર દેશમાં આજે દેશ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, દેશમાં જુદી જુદી જગ્યાઓ પર પ્રજાસત્તાક દિવસની ઘઆમઘૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, દિલ્હીમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં પરેડ યોજવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યક્ષાનો પ્રજાસત્તાક દિવસ દાહોદ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે.

દાહોદની નવજીવન કોલેજના મેદાનમાં સવારે 9 કલાકે પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરુ થઈ હતી.જેમાં સીએમ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 9 વાગ્યેને 10 મિનિટે ધ્વજારોહણ કર્યુ હતુ, રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પરેડનું નિરીક્ષણ કરતાજોવા મળ્યા હતા. 750થી વધુ પોલીસકર્મીઓ એ પરેડમાં ભાગ લીધો છે, આ સાથે જ આદિવાસી નૃત્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.આ પર્વ પર રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પરેડની સલામી ઝીલી હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે આ પર્વમાં મર્યાદીત સંખ્યાઓમાં લોકોની હાજરી જોવા મળી રહી છે, આ સાથે જ દરેક રોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે ,અહીં આવતા લોકોને માસ્ક પહેર્યું હતું.

સાહિન-