Site icon Revoi.in

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, LRD અને PSIની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે

Social Share

અમદાવાદ :સરકાર દ્વારા જ્યારે જ્યારે સરકારી પરીક્ષા લેવામાં આવે ત્યારે કેટલાક લોકો દ્વારા અનેક પ્રકારના આક્ષેપ લગાવવામાં આવતા હોય છે. આવામાં પોલીસની ભરતી યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા પહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસની ભરતીમાં તેમજ એલઆરડીની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે.

આ ઉપરાંત તેમણે તે પણ કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ ભરતીઓમાં પારદર્શિતા રાખવામાં આવી રહી છે. કોઈ પણ ઉમેદવાર કોઈ એજન્ટના ચક્કરમાં ન આવે. આ મામલે રાજ્યની દરેક જિલ્લાની પોલીસ આવા એજન્ટો પર તેમજ ઉમેદવારો પર નજર રાખી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે,એલઆરડીની ભરતી અને પીએસઆઈની બંને ભરતી મેરિટના આધારે જ નક્કી કરવામાં આવશે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તે પણ જણાવ્યું કે ગુજરાત પોલીસ વર્ષોથી મેહનત કરી રહી છે. જે મહેનતને હવે નવી જનરેશન આગળ વધારશે તેવુ મને દેખાઈ રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, આ પરીક્ષાને લઈને હાલ ઉમેદવારો સખત મહેનત કરી રહ્યા છે. જેથી મહેનત કરનારા યુવકો જરૂરથી સફળ થશે.