1. Home
  2. Tag "Home Minister Harsh Sanghvi"

સમાજને સલામત રાખવા આપણે સાયબર ક્રાઈમ સામે હંમેશા અવાજ ઉઠાવવો જોઈએઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે ગુજરાત રાજ્યના ગૃહ, રમતગમત અને યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય કક્ષાના મંત્રી  હર્ષ સંઘવીના હસ્તે યુથ, સ્કીલ અને ઇનોવેશન (Crafting Tomorrow: Youth, skill and innovation) વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્યને અવસરોની ભૂમિ અને દેશમાં સૌથી વધારે સુરક્ષિત જગ્યાનું બિરુદ આપતા […]

ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી […]

દ્વારકા: દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે કરાયેલી કાર્યવાહીનું CM પટેલે નિરીક્ષણ કર્યુ

દ્વારકા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે લેવાયેલ પગલાનું નિરીક્ષણ કરી દ્વારકા જિલ્લાના હર્ષદ મંદિર વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી-નાવદ્રા-ભોગાત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં દૂર કરાયેલ રૂ. ૬.૧૩ કરોડથી વધુના મૂલ્યની ૧૪ લાખ ચોરસ ફૂટથી વધુની જમીન ખુલી […]

વતનનું ઋણ કયારેય ચૂકવી શકાતું નથી: હર્ષ સંઘવી

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસાના કાંટ ગામે આવેલ શ્રી સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું ખુલ્લી જીપમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્દઘાટક અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રી સંતોષદેવી દિનેશચંદ્રજી અગ્રવાલ સર્વોદય લો કોલેજ, શ્રીમતી ભવરીદેવી રામેશ્વરજી અગ્રવાલ સર્વોદય […]

અમદાવાદઃ બે મહિલાઓની હત્યાને પગલે પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલો

અમદાવાદઃ શહેરના છેવાડે આવેલા કણભા વિસ્તારમાં લાકડા વિણવા ગયેલી બે મહિલાની ઘાતકી હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. શહેર અને જિલ્લામાં સબસલામતના પોલીસના દાવાઓ વચ્ચે ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવો બનતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલ પણ ઉભા થયાં છે. બીજી તરફ પોલીસે ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને […]

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, LRD અને PSIની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પોલીસની ભરતીમાં પારદર્શિતા રખાશે LRD અને PSIની આવી રહી છે પરીક્ષા અમદાવાદ :સરકાર દ્વારા જ્યારે જ્યારે સરકારી પરીક્ષા લેવામાં આવે ત્યારે કેટલાક લોકો દ્વારા અનેક પ્રકારના આક્ષેપ લગાવવામાં આવતા હોય છે. આવામાં પોલીસની ભરતી યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા પહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code