Site icon Revoi.in

બ્રિટનથી વાગ્દેવીની પ્રતિમા પરત આવશે, ભારતે રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા

Social Share

ભોપાલ, 06 ઓગસ્ટ 2026: ભારતે દેવી વાગદેવીની 11મી સદીની સફેદ આરસપહાણની પ્રતિમાને પાછી લાવવાના રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા છે; આ પ્રતિમા એક સદી પહેલાં ધાર સ્થિત ઐતિહાસિક ભોજશાળામાંથી બ્રિટન લઈ જવામાં આવી હતી.

મધ્યપ્રદેશ સરકારની વિનંતી અને હાઈકોર્ટના નિર્દેશોને પગલે, કેન્દ્ર સરકાર લંડનના સંગ્રહાલય સાથે સતત સંપર્કમાં છે; આ ઘટનાક્રમ ભારતની તે સફળ કામગીરીમાં એક વધુ મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેરવાની આશા જગાડે છે, જે અંતર્ગત 2014થી અત્યાર સુધીમાં 650થી વધુ પ્રાચીન કલાકૃતિઓ સફળતાપૂર્વક સ્વદેશ પરત લાવવામાં આવી છે.

ભોપાલમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) પરિષદનો મુખ્ય મુદ્દો

ધારની ઐતિહાસિક ભોજશાળા સાથે સંકળાયેલી દેવી વાગ્દેવીની પ્રતિમાની વાપસી એ ભોપાલમાં યોજાનારી બ્રિક્સ (BRICS) કલ્ચર વર્કિંગ ગ્રુપ અને સંસ્કૃતિ મંત્રીઓની બેઠકમાં સૌથી મુખ્ય સ્થાનિક અને સાંસ્કૃતિક મુદ્દો બની રહેશે.

ભારત આ ચાર દિવસીય પરિષદનો ઉપયોગ બ્રિક્સ (BRICS) દેશો વચ્ચે એક મજબૂત વૈશ્વિક વ્યૂહરચના અને સહયોગનું માળખું ઘડવા માટે કરશે, જેનો ઉદ્દેશ્ય સંસ્થાનવાદી યુગ દરમિયાન ચોરાયેલી, દાણચોરી દ્વારા કે ગેરકાયદેસર રીતે વિદેશ લઈ જવામાં આવેલી મૂર્તિઓ, શિલ્પો અને પ્રાચીન કલાકૃતિઓને સ્વદેશ પાછી લાવવાનો છે.

વધુ વાંચો: જે.પી. નડ્ડાએ આસામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

 

Exit mobile version