Site icon Revoi.in

શેરબજારમાં કડાકો,સોના-ચાંદીમાં તેજી યથાવત

Social Share

મુંબઈ, 23 જાન્યુઆરી 2026: ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લા દિવસે ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે મુખ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારોની નકારાત્મક અસર અને સ્થાનિક સ્તરે પ્રોફિટ બુકિંગને કારણે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થયું છે.

ભારતીય શેરબજારમાં ભારે વેચવાળી જોવા મળી છે,જેને કારણે મુખ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.BSE સેન્સેક્સ 769 આંકડાના ઘટાડા સાથે 81 હજાર 537 પર અને NSE નિફ્ટી 241 આંકના ઘટાડા સાથે 25 હજાર 48 પર બંધ રહ્યા છે.જેથી રોકાણકારોની અંદાજે રૂપિયા 6 લાખ કરોડથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન ઘટી ગઈ છે. આ સાથે જ સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે,જેમાં 24 કેરેટ સોનાનો ભાવ 1 લાખ 55 હજાર અને એક કિલો ચાંદીનો ભાવ 3 લાખ 30 હજારને પાર પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ ભારત હંમેશા જ્ઞાનયોગના માર્ગ પ્રત્યે સમર્પિત રહ્યું છે: નરેન્દ્ર મોદી

Exit mobile version