Site icon Revoi.in

ચમચીથી ખોરાક ખાવાનું બંધ કરો, વાંચો હાથથી જમવાના ફાયદાઓ વિશે

Social Share

દેશ ભલે મોર્ડન થતો હોય, ઘરમાં રસોડા પણ ભલે મોર્ડન બનતા હોય, લોકો ભલે હાથની જગ્યાએ ચમચીથી જમતા હોય, પણ હાથથી જમવામાં જે મજા છે તે અન્ય એકેયમાં નથી. ચમચી અને કાંટાની જગ્યાએ હાથથી જમવામાં આવે તો તે ખોરાક શરીરના સ્વાસ્થ્યને તંદુરસ્ત અને સલામત રાખે છે.

નિષ્ણાંતો આ બાબતે કહે છે કે હાથથી ખાવાનું તેનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અને વેદો અનુસાર શરીરમાં પાંચ તત્વો રહેલા હોય છે અને હાથથી જમવાથી તે તમારા શરીરમાં પાંચ તત્વોનું સંતુલન બરાબર રાખે છે. વેદો અનુસાર, હાથની દરેક આંગળી પાંચ તત્વોનું વિસ્તરણ છે. આમાં, અંગૂઠો અવકાશનું પ્રતિનિધિત્વ કરે છે, તર્જની આંગળી હવાનું પ્રતિનિધિત્વ કરે છે, મધ્યમ આંગળી અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે, રિંગ આંગળી પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે અને સૌથી નાની આંગળી પાણીનું પ્રતિનિધિત્વ કરે છે.

હાથથી ખોરાક ખાવાથી હાથ, મોં, પેટ, આંતરડા અને મગજ વચ્ચે જોડાણ બને છે, જે તમારા સ્વાસ્થ્યને લાભ આપે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર હાથથી ખાવાથી પેટ વધુ સારું ભરાય છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ ઉપરાંત એવું પણ બને છે આપણા શરીરમાં એક પ્રકારની શક્તિ અથવા ઉર્જા રહેલી છે કે જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ છે. જેમ કે કોઈ પણ છોડને પાણી આપતા પહેલા તે પાણીને આપણી હથેળીમાં રાખો અને પછી તે છોડને પાણી આપો અથવા કોઈ જગમાં પાણી રાખીને આપો, તો બંન્નેમાં ફરક જોવા મળશે. જે પાણી આપણા હાથની હથેળીને સ્પર્શ કરીને છોડને આપવામાં આવ્યું છે તેનાથી છોડ વધારે ખીલશે.

Exit mobile version