Site icon Revoi.in

બોરસદમાં અકસ્માતની વિચિત્ર ઘટનાઃ ખાનગી બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી

Social Share

અમદાવાદઃ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ નજીકમાં આવેલી સોસાયટીના એક મકાનમાં ઘુસી ગઈ હતી. બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી હતી. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ દુર્ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદમાં પેસેન્જર ભરેલી ખાનગી બસ રાત્રિના સમયે પસાર થઈ રહી હતી. દરમિયાન બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને નજીકમાં આવેલી એક સોસાયટીના રહેણાક મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ઘુસી ગઈ હતી. અકસ્માતને પગલે જોરદાર ધડાકો થયો હતો અને સોસાયટીના રહીશો દોડી આવ્યાં હતા. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. બસના મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી. બીજી તરફ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેમજ અકસ્માતની આ ઘટનાના વીડિયો સામે આવ્યો છે.