Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સામે તંત્રએ લીધા કડક પગલા – આજથી 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ

Social Share

અમદાવાદઃ કોરોના વાયરસની સ્થિતિ હવે દેશમાં પણ ગંભીર બનતી જોવા મળી રહી છે, આ સાથે જ મહારાષ્ટ્ર સહીત દિલ્હી, પંજાબ, ગુજરાત જેવા રાજ્યોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ઘણા રાજ્યોએ કડક પગલા ભરવાનું શરૂ કર્યું છે.ત્યારે ગુજરાતમાં આજથી, 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે મહામારીની વધતી તીવ્રતાને કારણે, કોવિડ -19 ગત વર્ષ કરતા ઘણો ઝડપી ગતિએ ફેલાઈ રહ્યો છે જેવે ધ્યાનમાં રાખીને, આગામી ચાર અઠવાડિયા ખૂબ મહત્વપૂર્ણ રહેશે . સંક્રમણની બીજી લહેરને નિયંત્રિત કરવા માટે સરકારે લોકોની ભાગીદારી પર ભાર મૂક્યો. ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રીઓ અને અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે નવા નિષેધાત્મક આદેશો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થતાં રાજ્ય સરકારે 20 શહેરમાં રાત્રીના આઠ વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીના કર્ફ્યુની જાહેરાત કરી છે. જે આજરોજ બુધવારથી 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.

આ 20 શહેરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, પાટણ, મોરબી, ગોધરા, દાહોદ, ભૂજ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ થાય છે જ્યા રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે

આ સાથે જ અનેક નિયમો પણ લાગૂ કરવામાં આવ્યા છે, જેમાં લગ્નસમારંભમાં માત્ર 100 લોકોને આમંત્રીત કરવામાં આવશે, આ સાથે જ રાજકીય અને સામાજિક મેળાવડા ઉપર પ્રતિબંધ લગાવાયો છે.