Site icon Revoi.in

પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ પણ બન્યા હાઈટેકઃ સ્લીપરમાં સીમકાર્ડવાળુ ડિવાઈસ ફીટ કરાવ્યું

Social Share

દિલ્હીઃ સ્કૂલ-કોલેજ અને સરકારી ભરતીઓમાં યોજાતી પરિક્ષામાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરે છે. બીજી તરફ કેટલાક એવા વિદ્યાર્થીઓ છે તે કોપી કરીને ઉતીર્ણ થવાના સપના જોતા હોય છે. એટલું જ નહીં આવા વિદ્યાર્થીઓ કોપી કરવા માટે નવી-નવી તરકીબો પણ અજમાવતા હોય છે. દરમિયાન રાજસ્થાનમાં બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવાયેલી પરીક્ષામાં ચોરી કરવાની હાઈટેક ટેકનોલોજીનો પર્દાફાશ થયો છે. 5 વિદ્યાર્થીઓએ બ્લ્યુટુથની મદદથી ચોરી કરતા ઝડપાયાં હતા. આ વિદ્યાર્થીઓએ સ્લીપરમાં સીમકાર્ડવાળુ ડિવાઈસ ફીટ કરાવ્યું હતું. એટલું જ નહીં આ ડિવાઈસની કિંમત 6 લાખ જેટલી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન રાજયમાં રાજસ્થાન યાત્રતા પરીક્ષા યોજાઈ હતી. સુરક્ષા વચ્ચે પણ ચપ્પલમાં બ્લુટુથ ઉપકરણો સાથેના છેતરપીંડીનાં પ્રયાસ બદલ બિકાનેરમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાન બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન દ્વારા લેવાયેલી આ પરીક્ષા 33 જીલ્લાઓમાં 3993 કેન્દ્રો પર બે શિફટમાં યોજાઈ હતી. 16.5 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. પરીક્ષામાં ચોરી ન થાય તે માટે કેટલાંક જીલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવા સહીતના સુરક્ષા પગલાઓ લેવામાં આવ્યાં હતા. દરમિયાન પાંચેક વિદ્યાર્થીઓ હાઈટેક ટેકનોલોજીની મદદથી ચપ્પલમાં બ્લયુટુથ ફીટ કરાવીને ચોરી કરતા હોવાનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

દૌસા અને જયપુર ગ્રામ્ય પોલીસે પણ અનુક્રમે ચાર અને આઠ ડમી ઉમેદવારોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત બિકાનેર, અજમેર, પ્રતાપગઢ જેવા શહેરોમાં છેતરપીંડીમાં સામેલ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. બિકાનેરનાં એસપીએ જણાવ્યું કે 3 ઉમેદવારોના સ્લીપરમાં સીમકાર્ડવાળુ નાનુ ડીવાઈસ ફીટ કરાયું હતું. જેની સાથે કાનમાં નાનકડુ બલ્ક ફીટ કરાયું હતું. જે સરળતાથી જોઈ શકાય તેવું નહોતુ. આ ઉપકરણની કિંમત 6 લાખની હોવાનું માનવામાં આવે છે.