Site icon Revoi.in

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તાલીમ અર્થે બેંગકોક જશે

Social Share

અમદાવાદઃ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા કેટલાક વિદ્યાર્થીઓ તાલીમ લેવા માટે બેંગકોક જશે. બેંગકોકમાં તાલીમ માટે વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે

નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બે માસ માટે NAHEP-CAAST પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ મેળવવા થાઈલેન્ડ જશે. થાઈલેન્ડ ખાતે આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા AIT-એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બેંગકોકમાં તાલીમ માટે વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. સ્માર્ટ ફાર્મિંગ ટેક્નોલોજીસ ફોર સસ્ટેનેબલ એગ્રિકલ્ચર ડેવલોપમેન્ટ ઉપર તાલીમ લેવા જઈ રહેલ વિદ્યાર્થીઓને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.ઝેડ.પી.પટેલે શુભેચ્છા પાઠવી હતી.. તાલીમનો સંપૂર્ણ ખર્ચ મુસાફરી ટિકિટ, વિઝા, રહેઠાણ વગેરે NAHEP-CAAST પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવશે.