Site icon Revoi.in

સુજલામ સુફલામ જળ અભિયાનઃ જળસંગ્રહમાં 23,000 લાખ ઘન ફૂટનો વધારો થશે

Social Share

અમદાવાદઃ ચોમાસામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે લગભગ 17880 જેટલા કામનો પૂર્ણ કરવામાં આવ્યાં છે. અભિયાન દરમિયાન ચેકમેડ અને તળાવો ઉંડા કરવામાં આવ્યાં છે. આમ જળસંગ્રહમાં લગભગ 23 હજાર લાખ ઘનફૂટનો વધારો થવાનો અંદાજ છે. એટલું જ નહીં આ યોજના હેઠળ 20 લાખથી વધારે માનવદિન રોજગારી ઉભી કરવામાં આવી હતી. તેમજ ખોદકામમાં નીકળેલી માટીનો ખેડૂતો ઉપયોગ પણ કરી શકશે.

રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજયમાં યોજાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન-2022 અંતર્ગત જનભાગીદારી થકી ચાલુ વર્ષે કુલ 18790 કામોનું આયોજન છે તે પૈકી આજ સુધી 17880 કામો હાથ ધરી 95 ટકા લક્ષ્‍યાંક સિદ્ધ કરી દેવાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ કામો ચાલુ વર્ષે થયા છે. જેના થકી 20.48 લાખ માનવદિન રોજગારીનુ નિર્માણ કરાયુ છે. જેમા 10,190 ચેક ડેમ અને તળાવો ઉડા કરાયા છે અને 487 નવા તળાવો તથા ચેકડેમનુ નિર્માણ કરાયુ છે. આ અભિયાન અંતર્ગત જળસંગ્રહમાં 23,000 લાખ ઘન ફૂટનો વધારો થશે તે ઉપરાંત 23,000 લાખ ઘન ફૂટ ખોદકામમાંથી ખેડૂતો માટે માટીનો વપરાશ થયો છે.