Site icon Revoi.in

સુજલામ સુફલામ્ યોજનાઃ વરસાદી પાણીનો બચાવવા બે તાલુકામાં 900 તળાવ ઉંડા કરાયા

Social Share

અમદાવાદઃ વરસાદી પાણીના એક એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ્ યોજના કાર્યરત છે. વિધાનસભામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂ.1933.55 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં વર્ષ 2022માં રૂ.793.13 લાખ અને વર્ષ 2023માં રૂ.1140.42 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવો ઊંડા કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં 274 પંચાયતોના 402 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 75 પંચાયતોના 81 તળાવો એમ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ 483 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે.