Site icon Revoi.in

તેરા ગમ, મેરા ગમ: સુનીતા કેજરીવાલને મળ્યા હેમંત સોરેનના પત્ની કલ્પના

Social Share

નવી દિલ્હી: જેલમાં બંધ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન દિલ્હી પહોંચ્યા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ સાથે મુલાકાત કરવા માટે મુખ્યમંત્રી નિવાસ ગયા છે. તેમની સથે દિલ્હના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ છે. મહત્વપૂર્ણ છે કે સીએમ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે. તેમને કથિત દારુ ગોટાળામાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. તો હેમંત સોરેન પણ કથિત જમીન ગોટાળાના કેસમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે.

તેરા ગમ, મેરા ગમ-

સુનીતા કેરીવાલ અને કલ્પના સોરેનની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. બંને એકબીજાને ભેંટતા દેખાય છે. મુખ્યમંત્રી કેરીવાલની ધરપકડ બાદ કલ્પનાએ સુનીતાની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે ત્યારે કહ્યુ હતુ કે એક સાથી તરીકે હું તમારી મુશ્કેલીઓને સમજી શકું છું. મહત્વપૂર્ણ છે કે 21 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનની મહારેલી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને વિપક્ષી દળ રવિવારે પોતાની શક્તિ દેખાડશે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે આ રેલી કોઈ એક વ્યક્તિ માટે નહીં, પરંતુ બંધારણને બચાવવા માટે છે. આ મહારેલીમાં સામેલ થવા માટે ઝારખંડથી કલ્પના સોરેન પણ આવ્યા છે.

બંનને લઈને એકસમાન અટકળો-

હેમંત સોરેનની ધરપકડ બાદ અટકલો હતી કે તેઓ પોતાના પત્ની કલ્પના સોરેનેને મુખ્યમંત્રી પદ સોંપી શકે છે. જો કે હેમંત સોરેનના રાજીનામા બાદ ચંપાઈ સોરેન નવા મુખ્યમંત્રી બન્યા. કેટલાક આવી અટકળો સુનીતા કેજરીવાલને લઈને પણ લગાવી રહ્યા છે. જો કે સીએમ કેજરીવાલની ધરપકડ બાદ અત્યાર સુધીમાં ત્રણ વખત સુનીતા કેજરીવાલને તેમની ખુરશી પર બેસીને લોકોને પોતાની વાત રજૂ કરતા જોવામાં આવ્યા છે. જો કે ખુદ અરવિંદ કેજરીવાલે સ્પષ્ટપણે કહ્યુ છે કે તે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાના નથી, ભલે જેલમાંથી સરકાર ચલાવવી પડે.

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ યાદવ, શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ સહીત ઈન્ડિયા ગઠબંધનના ઘણાં નેતા રામલીલા મેદાનમાં રવિવારે આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત થનારી મહારેલીમાં સામેલ થશે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે શુક્રવારે આની જાણકારી આપી. તેમણે કહ્યુ છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડની પૃષ્ઠભૂમિમાં રવિવારે રામલીલા મેદાનમાં 20 હજારથી વધારે લોકોની હાજરીમાં યોજાનારી રેલીને પ્રશાસનની મંજૂરી મળી ગઈ છે.