Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટનો આદેશઃ વ્યભિચારના કેસમાં શંકાના આધારે બાળકના DNA ટેસ્ટને મંજૂરી નહીં

Social Share

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યભિચારના એક કેસમાં પ્રાથમિક પુરાવા વિના લગ્ન દરમિયાન જન્મેલા બાળકના ડીએનએ ટેસ્ટને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ આ કેસમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ ઠરાવ્યો હતો. મહારાષ્ટ્રના એક દંપતિ વચ્ચે ચાલતા વિવાદના કેસમાં પતિએ પત્ની સામે શંકા વ્યક્ત કરીને બાળકના ડીએનએ ટેસ્ટની મંજૂરી માંગી હતી.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિનીત સરન અને ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીની ખંડપીઠે નીચલી અદાલત અને બોમ્બે હાઈકોર્ટના એ આદેશને કર કર્યો છે જેમાં એક વ્યક્તિને પત્ની સાથેના લગ્ન જીવનમાં થયેલા વિવાદ વચ્ચે પોતાના સંતાનના ડીએનએ ટેસ્ટના આદેશની અરજીને મંજૂરી આપી હતી. અરજીમાં પતિએ આરોપ લગાવાયો હતો કે, પત્નીના અન્ય પુરુષો સાથે આડાસંબંધ હતા. તેમજ લગ્ન જીવન દરમિયાન જન્મેલા બાળકોનો બાયોલોજીકલ પિતા નહીં હોવાના દાવો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે ભારતીય એવિડન્સ અધિનિયમની કલમનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વ્યભિચારને સાબિત કરવા માટે સીધો ડીએનએનો આદેશ ના આપી શકાય અને નીચલી અદાલત તથા હાઈકોર્ટેને આદેશ કરીને ભૂલ કરી છે. આ કલમ બાળકના વૈધતાની મંજૂરી બાબતે ઉલ્લેખ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, વ્યભિચારનો આરોપ સાબિત કરવા માટે પ્રાથમિક પુરાવા હોઈએ. જે બાદ કોર્ટ ડીએનએ ટેસ્ટ માટે વિચારી શકે છે.

આ દંપતિના લગ્ન વર્ષ 2008માં થયાં હતા અને 2011માં દીકરીનો જન્મ થયો હતો. જેના છ વર્ષ બાદ પતિએ છુટાછેડા માટે અરજી કરી હતી. તેમજ દીકરીના ડીએનએ ટેસ્ટ માટે મંજૂરી માંગી હતી. નીચલી અદાલતે આ અરજીને ગ્રાહ્ય રાખી હતી. હાઈકોર્ટે પણ ડીએનએ માટે મંજૂરી આપી હતી. જેથી પત્નીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા.