1. Home
  2. Tag "ORDER"

સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના કેસની તપાસ CBI કરશે

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. હવે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. સંદેશખાલીમાં EDના અધિકારીઓ પર થયેલા હુમલાની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોલકત્તા હાઈકોર્ટે કોર્ટની દેખરેખ હેઠળ સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને જમીન હડપ […]

દિલ્હી હાઈકોર્ટમાંથી કેજરિવાલને ના મળી રાહત, ધરપકડને પટકારતી અરજી ના મંજુર

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સીએમ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડને પડકારી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને ધરપકડને માન્ય ગણાવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આ જામીનનો મામલો નથી, પરંતુ ધરપકડને પડકાતો મામલો છે. હાઈકોર્ટે નોંધ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ […]

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કાર્યાલય ખાલી કરવા માટે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે જ સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પાર્ટીને પોતાની ઓફિસ ખાલી કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15મી જૂન સુધીનો સમય આપ્યો છે. આમ આદમી પાર્ટીની સામે ફરિયાદ કરી હતી કે, તેમની ઓફિસ રાઉજ રેવન્યુ કોર્ટની સંપાદીત જમીન ઉપર બનાવાયું છે. આ મામલે હાઈકોર્ટે […]

જ્ઞાનવાસી સંકુલમાં કરાયેલા સર્વેની નકલ અરજદારને અપાશે

લખનૌઃ જ્ઞાનવાપી સંકુલના સીલબંધ સર્વે રિપોર્ટ અંગે જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવા આદેશ કર્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પહેલા જ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરી દીધો હતો. આ રિપોર્ટને લઈને અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, આજે કોર્ટે […]

દિલ્હીની ‘આપ’ સરકારની મુશ્કેલી વધી, દવા કૌભાંડમાં સીબીઆઈ તપાસના આદેશ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ ના લેતી હોય તેમ લાગી રહ્યું છે. દારૂ કૌભાંડમાં ઈડી દ્વારા સીએમ કેજરિવાલને સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા હતા, હવે ઈડી ધરપકડ કરશે તેવો સીએમ કેજરિવાલને ભય સતાવી રહ્યો છે ત્યારે હવે કેજરિવાલ સરકારની સામે દવા કૌભાંડના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર […]

સગીર દીકરી ઉપર બળાત્કાર કેસમાં પ્રેમીને મદદ કરનારી માતાને કોર્ટે 40 વર્ષની સજા ફટકારી

બેંગ્લોરઃ કેરળની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે એક મહિલાને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) કેસમાં 40 વર્ષની સખત કેદ અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. જજ આર. રેખાએ કહ્યું કે, આરોપી મહિલનાને માતા શબ્દને શર્મશાર કર્યો છે. મહિલા કોઈ પણ પ્રકારની માફી માટે હકદાર નથી અને તેને મહત્તમ સજા આપવામાં આવી છે. […]

ગાંધીનગરમાં રાહત દરના પ્લોટ પર બાંધકામ કરી પ્રમાણપત્ર મેળવી લેવા કલેકટરનો આદેશ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને રાહત દરે રહેણાંક માટેના પ્લોટ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં વર્ષોથી કેટલાક પ્લોટ ધારકોએ પ્લોટ ઉપર બાંધકામ જ કરવામાં આવ્યું નહીં હોવાનું ધ્યાને આવતાં જિલ્લા કલેકટર હિતેશ કોયાએ 24 મી ફેબ્રુઆરી – 2024 સુધીમાં એટલે કે ત્રણ મહિનામાં પ્લોટ ઉપર બાંધકામ પૂર્ણ કરી વપરાશનું પ્રમાણપત્ર મેળવી લેવાનો આદેશ […]

PFIને હવે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો, પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા‘ (PFI) પર કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધની પુષ્ટિ કરતા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલના આદેશ સામે પીએફઆઈ પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરે તે યોગ્ય રહેશે. પીએફઆઈ તરફથી હાજર રહેલા […]

અમદાવાદઃ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવા મામલે આરોપીને 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવા સબબ એક પાદરીને અદાલતે કસુરવાર ઠરાવીને 3 વર્ષની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. રાજ્યમાં ધર્મ પરિવર્તન મામલે એક પાદરીને સજા કરવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરાઈવાડિ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા એક […]

કર્ણાટકઃ મંદિરના વિકાસ કાર્યો માટે નાણા ફાળવવા ઉપર પ્રતિબંધ ફરમાવતો આદેશ સરકારે પરત ખેંચ્યો

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે મંદિરના વિકાસ કાર્યો માટે ફંડ અટકાવવાના નિર્ણય બાદ વિવાદ વધ્યા પછી આદેશને પાછો ખેંચી લીધો છે, રાજ્યની માલિકીના મંદિરોના વિકાસ કાર્યો માટે નાણાં આપવા પર પ્રતિબંધ ફરમાવાના સરકારના આદેશ બાદ ભાજપે વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી, જ્યારે હિન્દુત્વવાદી સંગઠનોએ તેને હિન્દુ વિરોધી ગણાવ્યું હતું. મુઝરાઈના પ્રધાન આર રામલિંગા રેડ્ડીએ સ્પષ્ટ કર્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code