1. Home
  2. Tag "ORDER"

કર્ણાટકઃ મંદિરના વિકાસ કાર્યો માટે નાણા ફાળવવા ઉપર પ્રતિબંધ ફરમાવતો આદેશ સરકારે પરત ખેંચ્યો

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે મંદિરના વિકાસ કાર્યો માટે ફંડ અટકાવવાના નિર્ણય બાદ વિવાદ વધ્યા પછી આદેશને પાછો ખેંચી લીધો છે, રાજ્યની માલિકીના મંદિરોના વિકાસ કાર્યો માટે નાણાં આપવા પર પ્રતિબંધ ફરમાવાના સરકારના આદેશ બાદ ભાજપે વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી, જ્યારે હિન્દુત્વવાદી સંગઠનોએ તેને હિન્દુ વિરોધી ગણાવ્યું હતું. મુઝરાઈના પ્રધાન આર રામલિંગા રેડ્ડીએ સ્પષ્ટ કર્યું હતું […]

સુરતમાં દોઢ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર આરોપીને કોર્ટે ફરમાવી ફાંસીની સજા

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના કપ્લેથા ગામમાં દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં સ્થાનિક અદાલતો આરોપી ઈસ્માઈલને પોક્સો સહિતની કલમ હેઠળ કસુરવાર ઠરાવીને આજે ફાંસીની સજા ફરમાવી હતી. આ ઉપરાંત પીડિત પરિવારને 10 લાખનું વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો.સ્થાનિક અદાલતે ઝડપી ન્યાયની પ્રકિયા પૂર્ણ કરીને […]

ભારતીય સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર 3 આરોપીઓને કોર્ટે ફરમાવી આજીવન કેદની સજા

અમદાવાદઃ રાજ્યમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ પ્રથમવાર 3 આરોપીઓને અદાલતે કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. અમદાવાદ તથા ગાંધીનગરના મીલીટરી સ્ટેશન તથા તેની હિલચાલની ગુપ્ત માહિતી લેખિત સ્વરૂપે પાકિસ્તાનને પહોંચવાના આરોપસર પોલીસે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. કેસની હકીકત અનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે વર્ષ 2012માં ચોક્કસ માહિતીની અનુસાર સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મહંમદ […]

અમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર વિશાલ નાયકને કોર્ટે 21 વર્ષની સજા ફરમાવી

હત્યા અને ખંડણીના અનેક કેસમાં સંડોવણી અમદાવાદની સેશન્સ કોર્ટે સંભળાવ્યો ચુકાદો વર્ષ 2015માં ઉત્તરપ્રદેશથી કરાઈ હતી ધરપકડ અમદાવાદઃ શહેરમાં હત્યા અને ખંડણીના અનેક કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને કોર્ટે કસુરવાર ઠરાવીને 21 વર્ષની આકરી સજા ફરમાવી છે. આ કેસમાં સરકારી વકીલે 50 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં હતા. વિશાલ ગોસ્વામીની સામે હત્યા અને ખંડણી […]

દિલ્હી હાઈકોર્ટે રૂ. 2000ની નોટો પરત ખેંચવા અંગેની પીઆઈએલને ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચલણમાંથી રૂ. 2,000ની નોટો પરત ખેંચી લેવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિર્ણયને પડકારતી PILને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે અરજી ફગાવી દીધી હતી. અગાઉ આ અરજી પર ચુકાદો 30 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. અરજદાર રજનીશ ભાસ્કર ગુપ્તાએ દલીલ કરી હતી […]

મેસેજ ટેમ્પ્લેટ્સનો દુરુપયોગ અટકાવવા માટે TRAI એક્સેસ પ્રોવાઈડર્સને નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ અનસોલિસીટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન (યુસીસી) એ લોકો માટે અસુવિધાનો મુખ્ય સ્ત્રોત છે અને વ્યક્તિઓની ગોપનીયતા પર અતિક્રમણ કરે છે. આને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) વિવિધ પગલાં લઈ રહી છે. TRAI એ ​​ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ, 2018 (TCCCPR-2018) હેઠળ મેસેજ ટેમ્પ્લેટ્સનો દુરુપયોગ અટકાવવા માટે એક નિર્દેશ જારી કર્યો છે. […]

ગોધરા હત્યાકાંડ: નરોડા ગામ કેસમાં આરોપીઓને નિર્દોશ છોડી મુકવા વિશેષ અદાલતનો આદેશ

અમદાવાદઃ રાજ્યમાં વર્ષ 2002માં સર્જાયેલા ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમીતોફાનોમાં અમદાવાદના નરોડા ગામમાં તોફાની ટોળાએ હુમલો કર્યો હતો. આ કેસમાં આજે વિશેષ અદાલતે માયાબેન કોડનાની અને બાબુ બજરંગી સહિત 69 લોકોને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન 200થી વધારે સાક્ષીઓ તપાસમાં આવ્યાં હતા. કોર્ટના ચુકાદા બાદ કોર્ટ સંકુલમાં ‘ભારત માતા કી […]

અમદાવાદમાં બાંધકામ સાઈટ્સ પર નેટ લાગવા અને ટ્રકોના ટાયરો ધોવાનો મ્યુનિ કમિશનરનો આદેશ

અમદાવાદઃ શહેરમાં ઠેર ઠેર બિલ્ડિંગોની નવી સાઈટ્સ બની રહી છે. શહેરમાં વધતા જતા પ્રદુષણમાં બાંધકામોને લીધે ઉડતા રજકણોનો મોટા ફાળો છે. ધૂળના કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બની રહ્યા છે. હવાના પ્રદૂષણને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનરે  કડક પગલાં લેવા સૂચના આપી છે. શહેરમાં બિલ્ડરો દ્વારા ચાલતી બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ પણ લાગાડવામાં આવતી નથી. […]

ગીરનાર પર્વત ઉપર ગંદકી કરનાર સામે દંડાત્મક અને કાયદાકીય કાર્યવાહી કરાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર ગંદકીને લઈને રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી છે. હવે ગીરનાર પર્વત ઉપર મંદિરની આસપાસ ગંદકી કરનારની સામે દંડાત્મક કાર્યવાહી કરવા ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પર્વત ઉપર ગંદકીને અટકાવવા માટે 100 પગથિયાના અંતરે પોલીસ કર્મચારી અને સફાઈ કર્મચારી તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત ડસ્ટબિન […]

બારડોલીમાં સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

અમદાવાદઃ બારડોલીમાં 11 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાના ચકચારી બનાવમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. અદાલતે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી. જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી. કેસની હકીકત અનુસાર 20 ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code