1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યા મેલ રશિયન સર્વરની મદદથી મોકલવામાં આવ્યાનું ખુલ્યું
દિલ્હીમાં સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યા મેલ રશિયન સર્વરની મદદથી મોકલવામાં આવ્યાનું ખુલ્યું

દિલ્હીમાં સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યા મેલ રશિયન સર્વરની મદદથી મોકલવામાં આવ્યાનું ખુલ્યું

0
Social Share

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરની 100થી વધારે સ્કૂલોમાં બોમ્બના નનામા ઈમેલ મળી આવ્યાં હતા. આ ઉપરાંત બે દિવસ પણ ધમકી ભર્યા મેલ મળ્યાં હતા. આમ બે દિવસમાં 300થી વધારે ઈમેલ મળી આવ્યાં હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ કર્યો છે. પોલીસ તપાસમાં મંગળવારે ઈમેલમાં ફ્રાંસ, દક્ષિણ કોરિયા, અમેરિકા અને નેધરલેન્ડના સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે બુધવારના ઇ-મેલ રશિયન સર્વરની મદદથી મોકલવામાં આવ્યા હતા.

નનામી ધમકીઓને પગલે છેલ્લા બે દિવસ પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું છે. મંગળવાર અને બુધવારે રાષ્ટ્રપતિ ભવન, ચાચા નેહરુ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને 223 શાળાઓ સહિત લગભગ 300 સ્થળોએ ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હતી. પોલીસનું કહેવું છે કે, આટલા મોટા પાયે ધમકીભર્યા ઈમેલને અવગણી શકાય નહીં. આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પોલીસ, ફાયર વિભાગ સહિત તમામ સંબંધિત એજન્સીઓ તપાસમાં લાગી હતી. જે જગ્યાએ બોમ્બની ધમકી આપવામાં આવી હતી ત્યાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે, મંગળવારે ઈમેલમાં ફ્રાંસ, દક્ષિણ કોરિયા, અમેરિકા અને નેધરલેન્ડના સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે બુધવારના ઇ-મેલ રશિયન સર્વરની મદદથી મોકલવામાં આવ્યા હતા. બધામાં વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે, સામાન્ય રીતે આવા ઈમેલ માટે VPN ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. મોબાઈલ કે લેપટોપ પર ડાઉનલોડ કરીને તોફાની તત્વો જાણીજોઈને તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા વિદેશી સર્વર ઉપયોગ કરે છે.

સામાન્ય કિસ્સાઓમાં, જ્યારે આપણે આપણા ઈન્ટરનેટ પ્રદાતાની મદદથી ઈ-મેલ અથવા સોશિયલ મીડિયા પર કોઈને સંદેશ મોકલીએ છીએ, ત્યારે તેનું ઈન્ટરનેટ પ્રોટોકોલ સરનામું (આઈપી એડ્રેસ) સર્વર પર સેવ થાય છે જ્યાંથી મેસેજ મોકલવામાં આવે છે. સામાન્ય કેસમાં, કોઈપણ તપાસ એજન્સી આ IP એડ્રેસની મદદથી આરોપી સુધી સરળતાથી પહોંચી શકે છે, પરંતુ VPNના કિસ્સામાં આવું થતું નથી. જેના કારણે જે દેશનું સર્વર તોફાની તત્વો પસંદ કરે છે તે દેશનું સર્વર મેસેજ કે ઈમેલ મોકલતી વખતે તે દેશનું નવું આઈપી એડ્રેસ બનાવે છે. આવી સ્થિતિમાં VPN દ્વારા મોકલવામાં આવેલા મેસેજના IP એડ્રેસ દ્વારા આરોપી સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડે છે.

આવા કિસ્સાઓમાં, કાં તો તે દેશની તપાસ એજન્સીઓની મદદ લેવામાં આવે છે અથવા તેઓ ઇન્ટરપોલની મદદથી પહોંચે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. મંગળવાર અને બુધવારે મોકલવામાં આવેલા તમામ ઈમેઈલમાં વિવિધ દેશોના સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે સૂત્રોનું કહેવું છે કે બંને કેસમાં એક વ્યક્તિનો હાથ હોઈ શકે છે. પોલીસ સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code