અમદાવાદ, 9 ઓગસ્ટ, 2026 : Security guard rapes female interior designer શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ફ્લેટમાં ભાડે રહીને જોબ કરતી એક ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતી સોસાયટીના ધાબા પર વોકિંગ કરવા ગઈ હતી ત્યારે સિક્યુરિટી ગાર્ડે આવીને યુવતીને ગળા પર વાયર બાંધીને મોંમાં ડુચો દઈને બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ સિક્યુરિટી ગાર્ડ નાસી ગયો હતો. આ બનાવમાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રામશંકરસિંહને દબોચી લીધો છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના આનંદનગર વિસ્તારની એક સોસાયટીમાં ફલેટ ભાડે રાખીને રહેતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધીને એક કલાક સુધી દુષ્કર્મ કર્યુ હતું. યુવતી વોકિંગ કરવા ધાબે પહોંચતા સિક્યુરિટી ગાર્ડે મોઢું દબાવી હેવાનિયત આચરી હતી. યુવતી ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરે છે અને હાલમાં સારવાર હેઠળ છે.
પોલીસે આજે વહેલી સવારે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની હેબતપુર પાસેથી ધરપકડ કરી છે. આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે અને તે હજી માંડ છ-સાત દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. રાત્રે જ્યારે યુવતી ધાબા પર ગઈ ત્યારે તેની પાછળ જઈને મોકો મળતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે સેક્ટર 1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે, દુષ્કર્મ બાદ આરોપી ભોગ બનનારનો ફોન લઈને નાસી ગયો હતો. આરોપી ધાબાનો દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો. ભોગ બનનારે બૂમો પાડતા નીચે રહેતા લોકો ઉપર આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ પહોંચી હતી. આરોપી છેલ્લા 4 વર્ષથી અલગ અલગ સિક્યુરિટી એજન્સીમાં કામ કરતો હતો. અગાઉ મેઘ અને રાજપૂત સિકયુરિટી કંપનીમાં કામ કરતો હતો


