1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઘરે જ બનાવો રેસ્ટોરન્જ જેવી સ્વાદિષ્ટ પનીરની આ વાનગી, જાણો રેસીપી
ઘરે જ બનાવો રેસ્ટોરન્જ જેવી સ્વાદિષ્ટ પનીરની આ વાનગી, જાણો રેસીપી

ઘરે જ બનાવો રેસ્ટોરન્જ જેવી સ્વાદિષ્ટ પનીરની આ વાનગી, જાણો રેસીપી

0
Social Share

જો તમે રોજ-રોજ એક જ પ્રકારની પનીરની શાકભાજી ખાઈને કંટાળી ગયા છો અને પરિવાર માટે કંઈક અલગ, યુનિક અને સ્વાસ્થ્યવર્ધક બનાવવાનું વિચારી રહ્યા છો, તો ‘મટકા પનીર’ એક ઉત્તમ અને બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. જ્યારે કંઈક દેશી અને સ્પેશિયલ ખાવાનું મન થાય, ત્યારે માટીના મટકામાં તૈયાર થતી આ ખાસ વાનગી તમારી ડાઇનિંગ થાળીનો સ્વાદ અને રોનક બંને વધારી દેશે. ખાસ કરીને માટીના વાસણમાં ધીમા તાપે પકવવાની પ્રક્રિયાને કારણે તેમાં એક અદભૂત માટીની સુગંધ અને અસલી દેશી સ્વાદ ઉમેરાય છે, જે ખાવાવાળાના મોંમાં પાણી લાવી દે છે.

  • મટકા પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી:

પનીરઃ 250 ગ્રામ
શાકભાજી: 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 2 નંગ ટામેટાં અને 1 નંગ કેપ્સિકમ
પેસ્ટ અને મસાલા: 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 2 નંગ લીલા મરચાં
પાવડર મસાલા: 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું
અન્ય સામગ્રી: 2 થી 3 ચમચી તેલ કે શુદ્ધ ઘી, 2 થી 3 ચમચી ફ્રેશ ક્રીમ અથવા મલાઈ, થોડી તાજી કોથમીર અને જરૂરિયાત મુજબ પાણી
ખાસ વાસણ: ભોજન રાંધવા માટે સુરક્ષિત અને સાફ એક માટીનું મટકુ

  • મટકા પનીર બનાવવાની સરળ રીત

સૌપ્રથમ પનીરને તમારી પસંદગીના નાના-નાના ટુકડાઓમાં કાપી લો. જો તમને એકદમ નરમ અને સોફ્ટ પનીર ગમતું હોય, તો તેને કાપ્યા બાદ થોડીવાર માટે હૂંફાળા (સૂકા) પાણીમાં પલાળી રાખો. આનાથી પનીર એકદમ મલાઈ જેવું સોફ્ટ રહેશે. હવે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમને યોગ્ય આકારમાં સમારીને અલગ રાખી લો. જો તમે રેસિપીને વધુ પૌષ્ટિક બનાવવા માંગતા હોવ, તો તેમાં થોડા બોઇલ કરેલા મકાઈના દાણા (કોર્ન), વટાણા અથવા અન્ય મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકો છો.

હવે એક કઢાઈમાં 2-3 ચમચી તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને તેને સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરીને થોડીવાર માટે પાકવા દો. આ પછી કઢાઈમાં સમારેલા ટામેટાં ઉમેરો અને તેને નરમ થાય ત્યાં સુધી સારી રીતે ચડવા દો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું અને મીઠું ઉમેરીને મસાલાને તેલ છૂટું પડે ત્યાં સુધી બરાબર મીક્સ કરો. જો મસાલો નીચે ચોંટવા લાગે તો થોડું પાણી નાખી શકો છો.

જ્યારે મસાલામાંથી સરસ સુગંધ આવવા લાગે, ત્યારે તેમાં સમારેલું કેપ્સિકમ અને પનીર ઉમેરી દો. પનીરના ટુકડા તૂટી ન જાય તેનું ધ્યાન રાખીને તેને હળવા હાથે મસાલા સાથે મિક્સ કરો. હવે થોડું પાણી ઉમેરીને તેને 4 થી 5 મિનિટ માટે ચડવા દો. હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ અને રસપ્રદ સ્ટેપ. એકદમ સાફ મટકુ લો. કઢાઈમાં તૈયાર કરેલું પનીર અને ગ્રેવી આ મટકામાં રેડો. ઉપરથી થોડો ગરમ મસાલો અને ફ્રેશ ક્રીમ અથવા મલાઈ ઉમેરો. મટકાને ઉપરથી ઢાંકીને ખૂબ જ ધીમી આંચ પર (સિમ ગેસ પર) થોડીવાર માટે ચડવા દો. વચ્ચે-વચ્ચે તેને ચેક કરતા રહો જેથી તે બળી ન જાય. જ્યારે ગ્રેવી એકરસ થઈ જાય અને મસાલાની સુગંધ પનીરમાં ભળી જાય, ત્યારે ગેસ બંધ કરી દો. અંતે ઉપરથી ઝીણી સમારેલી તાજી કોથમીર ભભરાવીને તેને સજાવો.

  • મટકા પનીર કોની સાથે પીરસવું?

આ શાનદાર અને સુગંધિત મટકા પનીરને તમે ગરમા-ગરમ નાન, તંદુરી રોટ, રૂમાલી રોટી, ઘઉંના પરાઠા અથવા જીરા રાઇસ સાથે સર્વ કરી શકો છો. તેની સાથે પ્લેટમાં ડુંગળીના રિંગ્સ (છલ્લા) અને લીંબુ રાખી દેવામાં આવે, તો ભોજનનો સ્વાદ બમણો થઈ જશે!

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code