ગાંધીનગર, 9 ઓગસ્ટ 2026 : The man-eating lions will now be kept in the safe zone of Ambardi Safari Park. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્રના નિર્માણ માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને આ ક્ષેત્રમાં તેમની કુદરતી હેબિટેટ અંતર્ગત રાખવામાં આવશે. આંબરડી સફારી પાર્ક એ અમરેલી જિલ્લાના ધારીમાં સ્થિત ગીર સંરક્ષિત વિસ્તારનું આરક્ષિત જંગલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિહ સંરક્ષણ-સંવર્ધનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું અસરકારક અમલીકરણ કર્યું છે. સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે 10 ઓગસ્ટે ‘વિશ્વ સિંહ દિવસ’ મનાવવામાં આવે છે.
આ વિષય અંગે અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ડૉ. જયપાલ સિંઘ, IFS દ્વારા જણાવ્યા અનુસાર, _“માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક્ષેત્રમાં રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરીને તેમને અનુકૂળ વાતવરણ અંતર્ગત રાખવામાં આવશે. આ કામગીરી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે અને તે અંગેની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી છે.
આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર
અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલું આંબરડી સફારી પાર્ક ગુજરાતનું એક મહત્વપૂર્ણ વન્યજીવ પ્રવાસન કેન્દ્ર છે. આશરે 365 હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલું આ પાર્ક ગીરના કુદરતી પર્યાવરણનો અનુભવ કરાવે છે. અહીં એશિયાટિક સિંહ ઉપરાંત દીપડો, ચિતલ, નીલગાય, ચિંકારા, મોર અને વિવિધ પક્ષીઓનું સંરક્ષણ કરવામાં આવે છે.


