1. Home
  2. Agency
  3. News
  4. પ્રસિદ્ધ પત્રકાર અમન ચોપરા વિરુદ્ધ ઝારખંડ પોલીસે FIR દાખલ કરી
પ્રસિદ્ધ પત્રકાર અમન ચોપરા વિરુદ્ધ ઝારખંડ પોલીસે FIR દાખલ કરી

પ્રસિદ્ધ પત્રકાર અમન ચોપરા વિરુદ્ધ ઝારખંડ પોલીસે FIR દાખલ કરી

0
Social Share

રાંચી, 10 ઓગસ્ટ, 2026: પ્રસિદ્ધ પત્રકાર અમન ચોપરા વિરુદ્ધ ઝારખંડ પોલીસે FIR દાખલ કરી છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ઝારખંડ પોલીસ દ્વારા વરિષ્ઠ પત્રકાર અમન ચોપરાની પરેશાની કરવામાં આવતી હોવાનું દેખાઈ રહ્યું છે. અમન ચોપરા રાંચીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહ્યા હતા.

વાયરલ થયેલા આ વીડિયોમાં નેટવર્ક 18 (Network 18) ગ્રૂપ સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકાર ચોપરા જ્યારે નાસ્તો કરી રહ્યા હતા ત્યારે પોલીસ તેમની પાસે પહોંચી હતી. ઝારખંડ પોલીસે તેમને પૂછપરછ માટે સાથે આવવા કહ્યું, ત્યારે અમન ચોપરાએ શાંતિપૂર્વક પૂછ્યું કે તેમની પૂછપરછ શા માટે કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેઓ એક રૂમમાં પોલીસનો સામનો કરતા અને તેમની કથિત અટકાયત પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરતા પણ જોઈ શકાય છે. વીડિયોમાં પોલીસ અધિકારીઓને એમ કહેતા સાંભળી શકાય છે કે, “તેમના કૃત્યો પોલીસની ફરજમાં વિક્ષેપ પાડી રહ્યા છે.”

આ ઘટના બાદ હોટેલ ઉપર પરત આવેલા અમન ચોપરાએ પોતે વીડિયો બનાવીને શૅર કર્યો છે. તેમાં તેમનો આક્ષેપ છે કે, ઝારખંડ પોલીસ તેમને નાશ્તાના ટેબલ પરથી ઉઠાવી ગઈ હતી અને દોઢ-બે કલાકની પૂછપરછ બાદ તેમને એફઆઈઆરની નોટિસ આપવામાં આવી હતી.

જુઓ વીડિયોઃ

દરમિયાન, ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ હેમંત સોરેનના નેતૃત્વવાળી ઝારખંડ સરકાર પર રાંચીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહેલા ચોપરાને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. માલવિયાએ દાવો કર્યો હતો કે ઝારખંડ પોલીસ ચોપરા જ્યાં રોકાયા હતા તે હોટેલ પહોંચી હતી અને તેમને પૂછપરછ માટે લઈ ગઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code