સુરેન્દ્રનગર, 11 ઓગસ્ટ 2026 : Mineral theft in Surendranagar district has been largely curbed ગુજરાતમાં સૌથી વધુ ખનીજચોરીમાં સુરેન્દ્રનગર જિલ્લો પંકાયેલો છે. ત્યારે જિલ્લામાં ખનીજચોરી અટકાવવા માટે ખનીજ વિભાગ, પ્રાંત અધિકારી, તેમજ પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત ઝૂંબેશ ચલાવાતા મહદઅંશે ખનીજચોરીને અટકાવવામાં સફળતા મળી છે. અને સરકારને મળતી રોયલ્ટીમાં પણ વધારો થયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ ચોરીના દૂષણ પર અંકુશ મેળવવામાં સરકારી તંત્રને મોટી સફળતા સાંપડી છે. જિલ્લા પોલીસ તંત્ર, ખાણ-ખનીજ વિભાગ અને પ્રાંત અધિકારીઓની ટીમો દ્વારા હાથ ધરાયેલી સંયુક્ત દરોડાની કડક કામગીરીને પગલે ખનીજ ચોરી મહદઅંશે બંધ થઈ ગઈ છે. શેહશરમ રાખ્યા વિના કરવામાં આવેલી આ ઘોંસના પરિણામે ગત વર્ષની સરખામણીએ છેલ્લા ચાર મહિનામાં જ રોયલ્ટી અને દંડની વસૂલાત બમણી થઈ ગઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન, મુળી, સાયલા તાલુકામાં ખનીજ ચોરીનો દૂષણ બેફામ ફૂલ્યું ફાલ્યું હતું. ખનીજ માફિયાઓએ સરકારી તંત્રની હિલચાલ ઉપર નજર રાખવા માટે જબરદસ્ત નેટવર્ક મૂકાવ્યું હતું. આ ખનીજ ચોરીથી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું.આ દુષણને ડામવા માટે જિલ્લામાં ખાણ ખનીજ ખાતાની ટીમ સાથે પ્રાંત અધિકારીની ટીમ અને પોલીસ ખાતાની ટીમે શેહશરમ વિના ઘોંસ બોલાવવાનું શરૂ કરતાં ઘણી જહેમત પછી ખનીજ ચોરીને મહદ અંશે ડામવામાં સફળતા મળી છે. એટલું જ નહીં વસુલાતમાં વધારો થતા સરકારી તિજોરીને થતા સરકારી તિજોરીને થતા નુકસાનમાં પણ ઘટાડો થાય છે. વધુ જાણવા મળતી વિગત મુજબ વરસ 2025-26ના એપ્રિલ, મે, જૂન, જુલાઈના 4 મહિનામાં રોયલ્ટી-દંડ પેટે 34.38 કરોડની વસૂલાત થઈ હતી, તેની સામે વર્ષ 2026-27ના એપ્રિલ,મે, જૂન, જુલાઈ માસમાં 67.63 કરોડની વસૂલાત કરવામાં આવેલ છે.
ગત વર્ષની સરખામણીએ આ ચાર મહિનામાં 33.25 કરોડનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. ખાણ ખનીજ વિભાગના જણાવ્યા મુજબ તંત્રની કાર્યવાહી દરમિયાન સૌથી વધુ સાયલા-સુદામડા વિસ્તારમાંથી બ્લેકટ્રેપની ખનીજચોરી ઝડપાયેલ છે.


