Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટમાં માત્ર બે દિવસ માટે જ થશે ફિઝીકલ સુનાવણી, કોરોનાના કેસ ઘટ્યા બાદ લેવાયો નિર્ણય

Social Share

દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે 14 ફેબ્રુઆરીથી અઠવાડિયામાં બે દિવસ (બુધવાર અને ગુરુવાર) ફિઝીકલ હિયરીંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ઘટી રહેલા કેસ બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે.સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફિઝીકલ હિયરીંગનો નિર્ણય ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ન્યાયાધીશોની સમિતિ સાથે ચર્ચા કરીને લેવામાં આવ્યો છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે,રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો અને પોઝિટીવિટી રેટ, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને દિલ્હી સરકાર દ્વારા 4 ફેબ્રુઆરીએ જારી કરાયેલા આદેશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધ્યા બાદ 3 જાન્યુઆરીથી ફિઝીકલ હિયરીંગ સ્થગિત કરી દેવામાં આવી હતી અને વર્ચ્યુઅલ સુનાવણી શરૂ કરવામાં આવી હતી.

અગાઉ 21 ઓક્ટોબર 2021 થી ભારતની સર્વોચ્ચ અદાલતમાં ફિઝીકલ સુનાવણી શરૂ થતાં સામાન્ય કોવિડ પ્રતિબંધોને આધિન, સુનાવણીને કવર કરવા માટે મીડિયાકર્મીઓને કોર્ટરૂમમાં આવવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.સુપ્રીમ કોર્ટે ફિઝીકલ સુનાવણી માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરી હતી.