Site icon Revoi.in

સુરત એરપોર્ટ આયાત-નિકાસ મામલે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે, જામનગર અગ્રેસર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા વેપાર ધંધા ફરીથી સક્રિય થયાં હતા. જેથી સુરતમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિવિધ વસ્તુઓની આયાત-નિકાસ વધી છે. સુરત એરપોર્ટ આયાત-નિકાસમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ સહિતની વસ્તુઓની નિકાસમાં જામનગર અગ્રેસર રહ્યું છે. એપ્રિલ 2021થી લઈને અત્યારસુધી સુરતથી સૌથી વધારે એક્સપોર્ટ કરવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સુરતથી એપ્રિલ સપ્ટેમ્બર 2021-22માં રૂ. 9693 મિલિયન ડોલર એટલે કે રૂ. 7 હજાર કરોડની વસ્તુઓને દેશના અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ કરવામાં આવી છે. જેમ્સ એન્ડ જવેલરીની નિકાસ સુરતમાંથી સૌથી વધુ 6872 મિલિયન ડોલરની થઈ છે. એન્જીનીયરીંગ ગુડ્સ 1262 મિલિયન, મેન મેડ ફિલામેન્ટ યાર્ન, ફેબ્રિક્સ 336 મિલિયન, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ્સની નિકાસ 255 ડોલરની રહી છે. એપ્રિલ-સપ્ટેમ્બર-2021-22માં 9693 મિલિયન ડોલર એટલે કે રૂ. 7,000 કરોડને સ્પર્શી પાંચ કોમોડિટીની નિકાસ સાથે સુરત દેશનું ટોચનું નિકાસ શહેર બની ગયું છે. એપ્રિલ-સપ્ટેમ્બર-2021-22માં સુરત નિકાસમાં જેમ્સ અને જ્વેલરી ટ્રેડિંગ હબને વટાવી ગયું હતું. સુરત એરપોર્ટ પરથી જથ્થાબંધ કિંમતી કાર્ગો વિદેશમાં નિકાસ માટે વિવિધ સ્થાનિક સ્થળોએ મોકલવામાં આવ્યો હતો.