Site icon Revoi.in

સુરતઃ માત્ર તમાકુનો વ્યવસાય કરતી દુકાનોને નિશાન બનાવીને ચોરી કરતા તસ્કરો ઝબ્બે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. ગુનેગારોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સુરતમાં પોલીસે 3 તસ્કરોને ઝડપી લીધા હતા. આ તસ્કરો દિવસે માત્ર તમાકુનો વ્યવસાય કરતી દુકાનોની રેકી કરતી હતી અને રાત્રિના સમયે ટાર્ગેટ કરેલી દુકાનમાં ચોરી કરતી હતી. એટલું જ નહીં ચોરી કરેલો તમામ માલ વેપારીના સ્વાંગ વેચતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં સરદાર માર્કેટ ખાડી બ્રિજ પાસેથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગૌતમકુમાર ભંવરસિંહ રાજપુરોહિત ( ઉ.વ.23 ), જગદીશકુમાર પારસમલજી માલી ( ઉ.વ.22 ) ( બંને રહે.  હૈદરાબાદ) અને શિવકુમાર ઉર્ફે મનીષ કુલચંદ કુસ્વાહ ( ઉ.વ.21, રહે. મધ્યપ્રદેશ)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી વિવિધ બ્રાન્ડની સિગારેટ, બીડી અને પાનમસાલા સહિત 1.90 લાખની કિંમતનો તમાકુની બનાવટની વસ્તુઓ મળી હતી.પોલીસની તપાસમાં આ તમામ મત્તા ચોરેલી હોવાનું ખૂલ્યું હતું.

આરોપીઓ ચોરી કરવા માટે ખાસ હૈદરાબાદથી સુરત આવતા હતા. જ્યારે તેમનો સાગરિત શિવકુમાર શહેરના વિવિધ વિસ્તારમાં સેલ્સમેનના સ્વાંગમાં રેકી કરતો હતો. બાદમાં ત્રણેય જણા રાતે જે તે દુકાનમાં ચોરી કરતા હતા. ચોરેલો સામાન ગૌતમ અને જગદીશકુમારે હાલમાં જ શરૂ કરેલી તમાકુની એજન્સી મારફતે વેચતા હતા. અગાઉ સુરતમાં તેમણે ત્રણેક વખત પ્રયાસ કર્યો હતો પણ ડિંડોલીમાં જ મોટી ચોરી કરી હતી.

આરોપી ગૌતમકુમાર રાજપુરોહિત અગાઉ લાલગેટની શોપમાંથી રૂ.31.90 લાખના કાજુની ચોરીમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈને તેમના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે. તેમની તપાસમાં ચોરીના અન્ય બનાવોનો પર્દાફાશ થવાની શકયતા છે.