Site icon Revoi.in

સુરેન્દ્રનગરઃ 395 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 8253 ક્વિંટલ મગફળીની ખરીદી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પુરતા નાણા મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 395 ખેડૂતો પાસેથી સરકારે 8253 ક્વિંટલ મગફળીની ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ 6 હજારથી વધારે ખેડૂતોએ નોંધણી કરાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા સુરેન્દ્રનગરમાં છ કેન્દ્ર ઉપર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેના માટે અત્યાર સુધીમાં 6260 ખેડૂતોએ નોંધણી કરાવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ મૂળી તાલુકાના 153 ખેડૂતો અને સૌથી ઓછા સાયલા તાલુકાના માત્ર 5  જ ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા. જોકે હાલમાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી ચાલી રહી છે. દરરોજ ખરીદી કેન્દ્રો ઉપર દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા મગફળી ઉપરાંત કપાસ સહિતના પાકની પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોએ ટેકાના ભાવે પાકને આપવા માટે ઓનલાઈન નોંધણી કરાવી હતી.