Site icon Revoi.in

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ માથુ ઉચક્યું, એક મહિનામાં 1315 કેસ નોંધાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હજુ કોરાના કેસ હજી સામે આવી જ રહ્યાં છે બીજી તરફ સ્વાઈન ફ્લૂએ માથુ ઉચક્યું છે. દરમિયાન એક મહિનાના સમયગાળામાં 1315 કેસ નોંધાયા છે જ્યારે 34 દર્દીઓના મૃત્યુ થયાં હતા.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ગુજરાતમાં જુલાઇ સુધી સ્વાઇન ફ્લૂના કુલ સત્તાવાર 205 કેસ નોંધાયા હતા અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જોકે, ઓગસ્ટ માસ દરમિયાન સ્વાઇન ફ્લૂના કેસ અને મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આ સ્થિતિએ રાજ્યમાં ઓગસ્ટમાં દરરોજના સરેરાશ 42 નવા કેસ સામે આવ્યા હતા અને ૧થી વધુ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ગુજરાતમાં વર્ષ 2018માં સ્વાઇન ફ્લૂના 2164 કેસ નોંધાયા હતા. જ્યારે 97 દર્દીઓના મૃત્યુ થયાં હતા. જ્યારે 2019માં 4844 કેસ નોંધાયા હતા અને 151 વ્યક્તિઓના મોત થયા હતા. વર્ષ 2021માં 33 કેસમાં બેના મોત થયાં હતા. આમ, પાંચ વર્ષમાં 287 વ્યક્તિ સ્વાઇન ફ્લૂ સામે જીવ ગુમાવ્યો છે.

ઓગસ્ટ સુધી સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ-મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં 2603 કેસ નોંધાયા છે જ્યારે 111 વ્યક્તિના મૃત્યુ થયા છે. સમગ્ર દેશમાં આ વર્ષે ઓગસ્ટ સુધી સ્વાઇન ફ્લૂના કુલ 6820 કેસ નોંધાયા અને 175 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. દેશમાં સ્વાઇન ફ્લૂથી જે મૃત્યુ થયા છે તેમાંનાં 20 ટકા માત્ર ગુજરાતમાં છે.