Site icon Revoi.in

T-20 વર્લ્ડ કપ 2022: ફાઈનલ જીતનારી ટીમ ઉપર થશે ધનવર્ષા

Social Share

નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપ 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે. આ મેગા ઈવેન્ટની શરૂઆત પહેલા આઈસીસીએ ટૂર્નામેન્ટની ઈનામી રકમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આગામી T20 વર્લ્ડ કપ માટે કુલ 5.6 મિલિયન ડોલરની ઈનામની રકમ રાખવામાં આવી છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ લગભગ 45.67 કરોડ છે. આમાં, વિજેતાને સૌથી વધુ 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 13 કરોડ રૂપિયા મળશે, જ્યારે ફાઇનલમાં હારનાર ટીમને લગભગ 6.5 કરોડ રૂપિયા મળશે.

આઈસીસીએ જાહેરાત કરી છે કે, 13 નવેમ્બરના રોજ મેલબોર્નમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022ની વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલરની ઈનામની રકમ મળશે, જ્યારે રનર અપ ટીમને બેઝ રકમ આપવામાં આવશે. 16 ટીમો વચ્ચે એક મહિના સુધી રમાનારી ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં હારનાર ટીમને 4 લાખ યુએસ ડોલરની રકમ નક્કી કરવામાં આવી છે.

આ ઉપરાંત સુપર 12માંથી બહાર થનારી 8 ટીમોમાં દરેક ટીમને 7 હજાર યુએસ ડોલર આપવામાં આવશે. વર્લ્ડકપની ફાઈનલમાં જીતનારને રૂ. 13 કરોડ, ઉપવિજેતા ટીમને રૂ. 6.5 કરોડ, સેમી ફાઈનલમાં હારનારી ટીમોને રૂ. 3.26 કરોડ, સુપર 12માં પ્રત્યેક મેચ જીતનાર ટીમને રૂ. 33.62 લાખ, સુપર 12માંથી બહાર થનારી ટીમને રૂ. 57.09 લાખ, પ્રથમ રાઉન્ડમાં પ્રત્યેક મેચ જીતનારી ટીમને રૂ. 33.62 લાખ અને પ્રથમ રાઉન્ડમાંથી બહાર થનારી ટીમોને રૂ. 33.62 લાખની રકમ આપવામાં આવશે.

(Photo-ICC)