Site icon Revoi.in

T-20 વર્લ્ડકપઃ ભારત-પાકિસ્તાનની મેચ ઉપર ઘેરાયા સંકટના વાદળો

Social Share

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાવી ના જોઈએ.  અંગે ફરીથી વિચારણા કરવાની જરૂર છે. પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયાની સામે આવી ગયો છે. જેનું પરિણામ પણ પાકિસ્તાને ભોગવવુ પડશે. તેમ કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહએ જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી ગિરીજારસિંહએ રાજસ્થાનના જોધપુરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના ઘરે શોકસભામાં ઉપસ્થિત રહ્યાં હતા. તે બાદ તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં થતા આતંકવાદી હુમલાને જોઈને આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ફરીથી વિચારણા કરવાની જરૂર છે. સંબંધો અત્યારે સારા નથી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં એક શ્રમજીવીનું મોત થયું હતું. બિહારના બાંકાના મૂળ નિવાસી એવા આ શ્રમજીવીના પિતાએ જણાવ્યું હતું કે, ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ કરી દેવી જોઈએ. તેમજ કાશ્મીરમાં વધતા આતંકવાદી હુમલાને પગલે દેશદ્રોહીઓ સામે આકરી કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી. બીજી તરફ હવે આગામી દિવસોમાં ભારત-પાકિસ્તાનની મેચ અંગે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેની ઉપર તમામની નજર મંડાયેલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોથી બિન કાશ્મીરીઓની આતંકવાદીઓ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી રહી છે. જેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. તેમજ કાશ્મીરમાં નિર્દોશોની હત્યાના બનાવને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ પાકિસ્તાનને આ અંગે યોગ્ય જવાબ આપવાની માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ કાશ્મીરમાં તૈનાત સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે અભિયાન શરૂ કર્યું છે.