1. Home
  2. Tag "crisis"

પંજાબમાં ઈંટના વ્યવસાય ઉપર સંકટ, કોલસાના ભાવમાં વધારો થતા ભઠ્ઠા માલિકોની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ કેન્દ્ર અને પંજાબ સરકારની નીતિઓ અને કોલસા માફિયાઓને કારણે પંજાબના ઈંટોના ભઠ્ઠાઓ પર સંકટ ઘેરું બન્યું છે. પંજાબમાં લગભગ 2800 ઈંટના ભઠ્ઠા હતા. તેમાંથી 1500 ભઠ્ઠા બંધ થઈ ગયા છે, જ્યારે અન્ય બંધ થવાના આરે છે. તેનું મુખ્ય કારણ કોલસાના ભાવમાં 8000 રૂપિયા પ્રતિ ટન સુધીનો વધારો હોવાનું મનાઈ રહ્યું છે. પંજાબ ઈટ […]

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથળી, સરકારી કર્મચારીઓને મળતા ભથ્થા, બોનસ અને અભ્યાસની રજા ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને આર્થિક રીતે તોડી પાડવાના પ્રયાસ કરે છે જો કે, હાલ પરિસ્થિતિ તેના વિપરીત થઈ છે. ભારતની ઈકોનોમી દુનિયાના પાંચમાં ક્રમે છે અને આગામી વર્ષોમાં પ્રથમ 3 દેશમાં સામેલ થાય તેવી શકયતા છે. જ્યારે પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પૂર સહિતની કુદરતી થપાડ […]

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ઉપર સંકટના વાદળો ઘેરાયાં, અનેક સ્થળોએ ઈન્ટરનેટ સેવા બંધ થઈ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વિકટ બની છે દરમિયાન પાકિસ્તાનમાં વિજળી-પાણીના સંકટ વચ્ચે વધુ એક સમસ્યા ઉભી થઈ છે. પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટ સેવા ખૂબ ડાઉન થઈ રહી છે. છેલ્લા અમુક સમયથી પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્‍તાનમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે […]

મહારાષ્ટ્રઃ સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં, શિવસેનાના 30 ધારાસભ્યોનો બળવો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહાવિકાસ આઘાડીની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયાં છે. શિવસેનાના જ 30 જેટલા ઘારાસભ્યોએ હાલ સુરતની એક હોટલમાં રોકાયેલા છે. આ ધારાસભ્યોએ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકારથી નારાજ હોવાથી આ પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યું છે. સુરતની હોટલમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે સહિત 30 ધારાસભ્યો રોકાયેલા હોવાનું […]

ભારતમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનનું સંકટઃ પોઝિટિવ કેસનો આંકડો 400ને પાર

નવી દિલ્હી: ભોરતમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેથી કેન્દ્ર અને વિવિધ રાજ્યોની સરકારો સફાળી જાગી છે અને કોરોનાના નવા વેરિએન્ટનો ચેપ ફેલતો અટકાવવા માટે નિયંત્રણના જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતમાં દર કલાકે ઓમિક્રોનના પાંચ જેટલા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં ઓમિક્રોન પોઝિટિવ કેસનો આંકડો વધીને 415 ઉપર પહોંચ્યો છે. સૌથી […]

ભારત ઉપર ઓમિક્રોનનું સંકટઃ 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી

દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 161થી વધારે કેસ નોંધાયાં છે. જે પૈકી 13 ટકા કેસમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા, જ્યારે 80 ટકામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. લગભગ 44 ટકા દર્દીઓ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં […]

અફઘાનિસ્તાનની સ્થિતિ બેહાલ, તાલિબાન સરકારનો ઢાંકપીછોડો, કહ્યું – આર્થિક કટોકટી માટે અમારી સરકાર જવાબદાર નહીં

અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ બદતર બની જનતાના એક એક દાણા માટે વલખા તાલિબાન સરકારે કર્યો પોતાનો બચાવ નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદથી યુદ્વગ્રસ્ત દેશની સ્થિતિ સતત કથળી રહી છે. અફઘાનિસ્તાનમાં ભૂખમરો, આર્થિક કટોકટી, તાલિબાનનું દમન જેવી અનેક સમસ્યાઓથી અફઘાનિસ્તાનની હાલત બગડી રહી છે. આ વચ્ચે તાલિબાનના વડાપ્રધાને પોતાની સરકારનો લુલ્લો બચાવ કરતા કહ્યું હતું […]

થાન અને વઢવાણ વિસ્તારનો સિરામિક ઉદ્યોગ ગેસનો ભાવ વધારાને લીધે સંકટમાં મુકાયો

વઢવાણ :  દેશમાં કોલસાની અછત ચાલી રહી છે, બીજીબાજુ ગેસમાં પણ તોતિંગ ભાવ વધારાને કારણે ઉદ્યોગો પર માઠી અસર પડી રહી છે. જેમાં વઢવાણ વિસ્તારમાં આવેલો સિરામીક ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. થાન વિસ્તારમાં ખાસ્સું ઉત્પાદન થઇ રહ્યું છે, પણ તાજેતરમાં ત્રીજો રૂ.11.34નો ભાવવધારો ગેસમાં આવી જતા હવે ઉદ્યોગ ઉપર કરોડોનો બોજો આવશે. સૂત્રોના જણાવ્યા […]

T-20 વર્લ્ડકપઃ ભારત-પાકિસ્તાનની મેચ ઉપર ઘેરાયા સંકટના વાદળો

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાવી ના જોઈએ.  અંગે ફરીથી વિચારણા કરવાની જરૂર છે. પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયાની સામે આવી ગયો છે. જેનું પરિણામ પણ પાકિસ્તાને ભોગવવુ પડશે. તેમ કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહએ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ગિરીજારસિંહએ રાજસ્થાનના જોધપુરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના ઘરે શોકસભામાં ઉપસ્થિત રહ્યાં હતા. તે બાદ તેમણે જણાવ્યું હતું […]

અફઘાનિસ્તાનમાં બેંકોમાં રોકડ ખૂટી પડી, ATM બહાર લાંબી કતારો

અફઘાનિસ્તાનમાં નાગરિકોની હાલત કફોડી મોટા ભાગના શહેરોમાં બેંકોમાં રોકડ ખૂટી પડી ATM બહાર પણ લાંબી કતારો લાગી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન પોતાની સરકાર બનાવવા જઇ રહી છે પરંતુ બીજી તરફ પોતાના જ લોકોને ભૂખ્યા રાખી રહ્યું છે. હકીકતમાં, કાબૂલ સહિત અફઘાનિસ્તાનના ઘણાં મોટા શહેરોમાં બેંકોમાંથી રોકડ લગભગ ખતમ થઇ ગઇ છે. લોકોને જીવનનિર્વાહ માટે ઉધારીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code