Site icon Revoi.in

ટી-20 વિશ્વકપઃ એમએસ ધોનીની ભારતીય ટીમમાં વાપસી, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

Social Share

દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપ 2021ની ભારતીય ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ કેપ્ટન કૂલ તરીકે જાણીતા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાના મેન્ટોર તરીકેની જવાબદારી ઉઠાવી લીધી છે. આમ ધોનીની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. જો કે, તેઓ નવી ભૂમિકામાં જોવા મળશે. આઈપીએલ એખત થયા બાદ ટીમ ઈન્ડિયા સાથે સત્તાવાર જોડાઈ ગયા છે. 17 વર્ષનો અનુભવ ધોની ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ સાથે શેયર કરશે. બીસીસીઆઈએ એક તસ્વીર પણ જાહેર કરી છે. ટી-20 વર્લ્ડકપમાં તેઓ ટ્રેનિંગ આવી રહ્યાં છે.

તસ્વીરમાં જોઈ શકાય છે કે, ધોની ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ચુક્યાં છે અને તેમણે ટીમ ઈન્ડિયાની બ્લ્યુ જર્સી પણ પહેરી છે. આ ટ્વીટને બીસીસીઆઈએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર શેયર કરી છે.  તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કેપ્શનમાં બીસીસીઆઈએ લખ્યું છે કે, ધોનીનું સ્વાગત છે. તસ્વીરમાં ધોની સાથે ભારતના હાલના કોચ રવિ શાસ્ત્રી પણ જોવા મળે છે. ધોની બેટીંગ અંગે માહિતી આપતા નજરે પડે છે. આ તસ્વીરનો જોઈને ધોનીના ફ્રેન્ડસ ખુશ થવા છે એક યુઝર્સે લખ્યું છે કે, ધોની ક્રિકેટનો બાદશાહ છે હવે કપ આપણો જ છે. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું છે ટીમ ઈન્ડિયા વધારે મજબુત થઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યોજાયેલી આઈપીએલમાં ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ એટલે કે, સીએસકેનો વિજય થયો હતો. ધોનીની બેટીંગ અને કેપ્ટનશીપ હજુ પણ ક્રિકેટપ્રેમીઓ ભુલ્યાં નથી.