Site icon Revoi.in

T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયાને ફટકો, અભિષેક શર્માની તબિયત લથડી

Social Share

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: ટી20 વિશ્વ કપ 2026માં નામિબિયા સામેની મહત્વની મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટીમના સ્ટાર ઓપનર અભિષેક શર્માને પેટમાં ગંભીર ઇન્ફેક્શનના કારણે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના પગલે ભારતીય છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આજે 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ભારતનો મુકાબલો થવાનો છે, પરંતુ અભિષેક શર્મા આ મેચ રમે તેવી શક્યતા નહિવત દેખાઈ રહી છે. હાલ હોસ્પિટલમાં તેમના વિવિધ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ તેને ક્યારે ડિસ્ચાર્જ કરવામાં આવશે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

મળતી માહિતી મુજબ, અભિષેક શર્મા અમેરિકા (USA) સામેની મેચ પહેલા જ અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. USA સામેની મેચ બાદ તેમની તબિયત વધુ બગડી હતી. તેમને તાવ હોવાથી તાત્કાલિક ડ્રિપ ચઢાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, USA સામે અભિષેક શૂન્ય રને આઉટ થયા હતા અને ફિલ્ડિંગ દરમિયાન પણ તેમની જગ્યાએ સંજુ સેમસન મેદાનમાં આવ્યા હતા. કોચ ડોશેટે વધુમાં જણાવ્યું કે, નામિબિયા સામેની મેચ પહેલા સુંદર ટીમ સાથે જોડાઈ ગયો છે અને ટ્રેનિંગ શરૂ કરશે. બીજી 10 દિવસના બ્રેક બાદ બુમરાહે બોલિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ કેનેડાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ,10ના મોત અને 25 ઈજાગ્રસ્ત

Exit mobile version