Site icon Revoi.in

સરકારની યોજનાઓનો લાભ લઇ સુરત દેશને નવી દિશા આપી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર

Social Share

સુરત: કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ વિભાગના રાજ્યમંત્રી કૌશલ કિશોરે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.અહિં સુરત શહેરી વિસ્તાર અને શહેરીજનોની સુવિદ્યા માટેના પ્રોજેક્ટોનું પ્રેઝન્ટેશન મંત્રીએ નિહાળ્યું હતું. આ પ્રસંગે સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગર પાલિકા કમિશનર શાલીની અગ્રવાલએ પ્રેઝન્ટેશન દ્વારા શહેરી વિસ્તારમાંના ગરીબો માટેના આવાસ, સફાઇ અભિયાન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ, રીન્યુએબલ, એફોડેબ્લ હાઉસીંગ સહિતના તમામ મહત્વના પ્રોજેક્ટો અંગે વિસ્તારથી હકીકત સાથે સમજણ આપી હતી. આ ઉપરાંત કમિશ્રનરએ સુરત શહેરને ક્લીન સિટી, બેસ્ટ પરફોર્મિંગ સિટી, આવાસ યોજનાઓ, ઝીરો વેસ્ટ સોસાયટી, સફાઇ અનુદાન સ્કીમ, બાયોડાયવર્સીટી પાર્ક, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સહિત સ્માર્ટ સોલિડવેસ્ટ નિલાક પ્લાન્ટ અને સુરત શહેરને જનસુવિધા ક્ષેત્રે શ્રેષ્ઠ પરફોર્મસ અને સુવિધા માટે મળેલા વિવિધ એવોર્ડ તથા પ્રમાણપત્રોથી પણ મંત્રીને વાફેક કર્યા હતા.

કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોર જણાવ્યું હતું કે, સુરત શહેરમાં વસ્તીનું ભારણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ સુચારુ પણે મહાનગર પાલિકા દ્વારા અવરિત પણે નૃતન પ્રોજેક્ટો અમલમાં મુકી દેશમાં સુરત અગ્રેસર થઇ રહ્યું છે અને આ પ્રોજેક્ટો શેહરીજનો માટે ખુબ ઉપયોગી બની રહ્યા છે.

મંત્રી વધુમાં ઉમેર્યું કે, PM દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ યોજના જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન, પ્રધાનમંત્રી સડક યોજના, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજનાનો ઉપયોગ સુરત મહાનગર પાલિકા દ્વારા બખુબી રીતે શહેરીજનોના હિતમાં કરવામાં આવી રહ્યો છે.સુરત શહેરના વિકાસને ધ્યાને લઇએ તો દેશના અન્ય શહેરોને પ્રેરણા મળશે.

અત્રે ઉલેખનીય છે કે, મહાનગર પાલિકા દ્વારા વર્ષ 1978 થી 2017 સુઘીમાં અલગ અલગ રાજ્ય સરકારની સ્કીમ હેઠળ રૂ. 1045.60 કરોડના ખર્ચે 82339 આવાસ બનાવી ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ.1048.74  કરોડના ખર્ચે 16049 આવાસ બનાવી લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે.