Site icon Revoi.in

લો બોલો, ઈમરાનખાનના આ મંત્રીને લસણ અને આદુ વચ્ચેનું અંતર નથી ખબર, વીડિયો વાયરલ

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી ફરી એકવાર સોશિયલ મીડિયામાં મીમ્સ અને ટ્રોલિંગનો શિકાર બન્યાં છે. એક પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, ગાર્લિકનો અર્થ આદુ થાય છે. સોશિયલ મીડિયા ઉપર તેમનું આ નિવેદન હાલ જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયામાં શેયર કરેલી એક ક્લિપમાં પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરી મોંઘવારી ઉપર પ્રેસ કોન્ફ્રન્સ કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગાર્લિકનો અર્થ આદુ થાય છે. જો કે, કેટલાક લોકોએ કહ્યું કે, તેનો અર્થ લસણ થાય છે, પરંતુ ફવાદ ચૌધરી પોતાની વાત ઉપર કાયમ રહ્યાં હતા અને ગાર્લિકનો અર્થ આદુ જ કહ્યું હતું.

ગાર્લિકને હિન્દીમાં લસણ જ્યારે જીંજરને આદુ કહેવાય છે. જો કે, કેટલાક લોકો ચૌધરીના નિવેદનનો બચાવ કરવા બહાર આવ્યાં છે. એટલું જ ગાર્લિક અને જંજીરની હિન્દીમાં ભૂલ થતી હોવાનો બચાવ કર્યો હતો. એક યૂઝરએ લખ્યું છે કે, આ પાકિસ્તાનના આઈંસ્ટાઈન છે, રાજનીતી. જ્યારે અન્ય એક યૂઝરે કંગના રનૌતની ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટન્સનો એક ડાયલોગ શેયર કર્યો છે. જેમાં કંગના કહે છે કે, હાલત દેખી છે,આદુ થઈ ગયો છે અને ગમે ત્યાંથી વધે છે.

આ પહેલા આતંકવાદ મુદ્દે સૂચના અને પ્રસારમ મંત્રી ફવાદ ચૌધરીએ ખુદ પાકિસ્તાનની સ્કૂલ-કોલેજને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં કટ્ટરતા માટે મદરેસા નહીં પરંતુ સ્કૂલ-કોલેજના શિક્ષકો જવાબદાર છે. પાકિસ્તાનને આજે સૌથી વધારે ખતરો કોઈ વિદેશી તાકાતથી નહીં પરતુ પરંતુ પોતાનાથી જ છે.