Site icon Revoi.in

તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને પીએમ મોદીને લખ્યો પત્ર,’નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન સ્કીમ પર પુનર્વિચાર’ ની કરી અપીલ

Social Share

ચેન્નાઈ : તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.જેમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન સ્કીમ પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. આ સિવાય સ્ટાલિને પીએમ મોદીને પણ આ યોજના લાગુ કરતા પહેલા જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને રાજ્ય સરકારોનો અભિપ્રાય લેવાની વિનંતી કરી છે.

તેમણે કહ્યું કે, ‘દેશની વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, પ્રાઇવેટાઇઝેશન એક્ટીવિટી થી અમુલ્ય સરકારી સંપતિ કેટલાક જૂથો અને મોટા પ્રાઇવેટ સંસ્થાઓના હાથમાં આવી જશે.પીએમ મોદીને જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું ‘ખાનગીકરણ’ કરવાના તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરતા સ્ટાલિને કહ્યું કે તેઓ દેશના ઓદ્યોગિકરણ અને આત્મનિર્ભરતાના લક્ષ્યોમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સ્ટાલિને એક દિવસ પહેલા વિધાનસભામાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે. સરકારી રિલીઝ મુજબ, “સ્ટાલિને વડાપ્રધાનને લખેલા પત્રમાં કહ્યું કે, સરકારી જમીન ઉપરાંત આવા એકમો સ્થાપવા માટે લોકોની જમીન પણ આપવામાં આવી હતી, તેથી આવા ઉપક્રમોમાં લોકોને ગૌરવ અને અધિકાર છે.”