Site icon Revoi.in

તમિલનાડુઃ વીજ કરંટથી 11ના મોત અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત

Social Share

નવી દિલ્હીઃ તમિલનાડુમાં એક મંદિરમાં શોભાયાત્રા દરમિયાન વીજકરંટ લાગવાથી 11 વ્યક્તિઓના મોત થયાં હતા. આ દૂર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર તંજાવુર જિલ્લામાં રથયાત્રા દરમિયાન જીવંત ઇલેક્ટ્રિક વાયર એક કારના સંપર્કમાં આવી હતી ગણતરીની મિનિટોમાં જ અન્ય લોકોને પણ વીજકરંટ લાગ્યો હતો. આ દૂર્ઘટનામાં 11 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને તાકીદે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતા જ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. મંદિરમાં 94માં ઉચ્ચ ગુરુપૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી.