Site icon Revoi.in

કાશીના નિર્માણ અને વિકાસમાં તમિલનાડુનું મોટુ યોગદાનઃ મોદી

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી-તમિલ સંગમમ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું હતું કે, કાશીના નિર્માણ અને વિકાસમાં તમિલનાડુનું મોટુ યોગદાન રહ્યું છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, રાજેશ્વર શાસ્ત્રી, પટ્ટાભિરામ શાસ્ત્રી જેવા વિદ્વાનોએ બીએચયુ લઈને અહીં અલગ-અલગ સ્થળો પર પોતાની વિદ્વતાથી લોકોને નવી દિશા આપી છે.

આપ કાશી ભ્રમણ કરશો તો જોઈ શકશો કે, હરિશ્ચંદ્ર ઘાટ ઉપર કાશી કામિકોટિશ્વર પંચાયતન તમિલ મંદિર છે. કેદાર ઘાટ પર કુમારસ્વામી મઠ છે. અહીં હનુમાન ઘાટ અને કેદાર ઘાટની આસપાસ મોટી સંખ્યામાં તમિલનાડુના લોકો રહે છે. આપણા દેશમાં નદીઓના સંગમોથી લઈ વિચારોના સંગમ સુધી ખુબ મહત્વ અને મહિમા છે. દરેક સંગમને આપણે અનાદિકાળથી સેલીબ્રેટ કર્યું છે. કાશી-તમિલ સંગમમ વિશેષ અદ્રિતીય છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણા દેશમાં સવારે જાગતાની સાથે સૌરાષ્ટ્રના સોમનાથથી લઈને 12 જ્યોતિલિંગનું સ્મરણ કરવાની પરંપરા છે. તેમજ સ્નાન કરતી વખતે गंगे! च यमुने! चैव गोदावरी! सरस्वति! नर्मदे! सिंधु! એટલે કે દેશની તમામ નદીઓનું સ્મરણ કરવાની સાથે મંત્ર બોલીએ છીએ. આમ આપણે સમગ્ર ભારતની પુષ્ણ નદીઓમાં સ્નાનનો ભાવ રાખીએ છીએ. આપણે આઝાદી પછી દેશની વિરાસતને મજબુત કરવાની જરૂર હતી, પરંતુ આ માટે યોગ્ય પ્રયાસ થયા ન હતા.

કાશી-તમિલ સંગમમ આપણને આપણી વિરાસતને સાચવી રાખવા અને સાંસ્કૃતિક એકતાને વધારે મજબુત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. વિષ્ણુ પુરાણના એક શ્લોક અનુસાર, ભારત હિમાલયથી લઈ હિંદ મહાસાગર સુધીની તમામ વિવિધતાઓને સાચવી રાખે છે અને તેમનું દરેક સંતાન ભારતીય છે.