Site icon Revoi.in

અમદાવાદના મ્યુનિ.શાળાના ઠોઠ વિદ્યાર્થીઓને શિક્ષકો વધુ એક કલાક અભ્યાસ કરાવશે

Social Share

અમદાવાદ: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સ્કુલ બોર્ડ હસ્તકની શાળાઓમાં શિક્ષણ સુધારણાના પ્રયાસો ઘણા સમયથી હાથ ધરાયા છે. જેમાં સ્માર્ટ સ્કુલનો કન્સેપ્ટ હાથ ધરાયા બાદ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ પણ હવે મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. દરમિયાન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા મ્યુનિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે મહત્વનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે. તેવા બાળકોને શિક્ષકો દ્વારા સ્કૂલના અભ્યાસના સમય ઉપરાંત વધારાનો એક કલાક ફાળવી નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત 400થી વધુ શાળાઓમાં 1 લાખ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવતી શાળાના વિદ્યાર્થીઓમાં 10થી 12 ટકા વિદ્યાર્થીઓે એવા છે, જેઓ અભ્યાસમાં નબળા છે કે પછી તેઓ રેગ્યુલર શાળાએ નહીં આવવાના કારણે તેઓ પુરતો અભ્યાસ કરી શક્યા નથી. આવા બાળકોને સ્કૂલના સમય ઉપરાંત વધારાનો એક કલાક અભ્યાસ કરાવી તેઓને પણ અભ્યાસમાં હોંશિયાર બનાવવાનો પ્રયાસ સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યોં છે. ઘણા વિદ્યાર્થીઓ તો એવા છે, કે તેમને લખતા વાંચતા પણ આવડતું નથી. એટલે કે એમનો પાયો જ કાચો છે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષકોને ભારે જહેમત ઉઠાવવી પડશે.

આ અંગે સ્કૂલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદની 48 ટકા શાળાઓ એટલે કે 217 શાળાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવરી લેવાઈ છે. 217 પૈકી 199 શાળાઓ ગુજરાતી માધ્યમ અને 18 પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમની છે. ગત 14 નવેમ્બરે એક નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષકો સમયદાન આપીને જે અનિયમિત બાળકો છે કે પછી સ્લો લર્નર બાળકો છે, તેઓ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવે છે. આવા બાળકો 80 ટકાથી વધુ લક્ષ્યાંક પ્રાપ્ત કરે તે માટે રોજે રોજ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. તમામ અધિકારીઓ ફિલ્ડમાં જઈ, સુપરવાઈઝર મોનિટરીંગ કરી રહ્યાં છે. એક એક બાળકોનું ટ્રેકિંગ કરીને તેમનું સુપરવિઝન થઈ રહ્યું છે. જેમાં 10થી 12 ટકા બાળકો અનિયમિત અને સ્લો લર્નર મળ્યા છે.