Site icon Revoi.in

ટી-20 આઈસીસી રેંકિંગમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ક્રમે, ઈંગ્લેન્ડ બીજા નંબર પર

Social Share

મુંબઈઃ ભારતના પ્રવાસે આવેલી વેસ્ટ ઈન્ડિઝ સાથે ટીમ ઈન્ડિયાએ વન-ડેમાં સિરીઝની જીત બાદ ટી-20માં પણ ભવ્ય જીત હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ત્રણેય ટી-20 મેચમાં પરાજય આપીને સિરીઝ જીતી હતી. આ સાથે જ આઈસીસી પુરુષ ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમ રેકિંગમાં ટોપ ઉપર પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વેસ્ટ ઈન્ડિઝને ગઈકાલે રવિવારે અંતિમ ટી-20 મેચમાં પરાજય આપીને સિરીઝ 3-0થી જીતી લીધી હતી. ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનને કારણે રેકિંગમાં પણ વધારો થયો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ આઈસીસી રેકિંગમાં ઈંગ્લેન્ડની બરાબરી કરી છે. ઈંગ્લેન્ડના 269 રેટિંગ છે. જ્યારે ભારતનો રેટીંગ પણ 269 છે. બંને ટીમનો રેટિંગ 39 મેચના અંતે 269 છે. પરંતુ ભારતના અંક 10484 છે જ્યારે ઈંગ્લેન્ડનો અંક ભારત કરતા ઓછા એટલે કે 10474 છે. આમ ટી-20 રેકિંગમાં ભારત પ્રથમ ક્રમે પહોંચી છે.

આઈસીસીના જણાવ્યા અનુસાર પાકિસ્તાન(રેટિંગ 266), ન્યૂઝીલેન્ડ (255) અને દક્ષિણ આફ્રિકા (253) છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે 4-1થી સીરીઝ જીતીને 249 રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયા છઠ્ઠા ક્રમે છે.